ARAVALLIGUJARATMODASA

ભિલોડા : સરસ્વતી કન્યા વિદ્યાલય, ગલીસેમરોના આચાર્ય  ગંગાબેન પાંડોર નો વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

ભિલોડા : સરસ્વતી કન્યા વિદ્યાલય, ગલીસેમરોના આચાર્ય  ગંગાબેન પાંડોર નો વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો

ભિલોડા તાલુકાની સરસ્વતી કન્યા વિદ્યાલય, ગલીસેમરો ના આચાર્ય બહેન ગંગાબેન પાંડોર નો વય નિવૃત્તિ સન્માન સમારોહ માનનીય અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી બહેન  ડૉ. ઉષાબહેન ગામીતના અધ્યક્ષ સ્થાને યોજાયો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ સંસ્થાના પ્રમુખ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ મહેમાનો નું બુકે અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું, શાળા પરિવાર દ્વારા વય નિવૃત્ત થનાર આચાર્ય ગંગાબેન નું સન્માન પત્ર અને સાલ તેમજ મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું, શુભેચ્છા સમારંભમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, શાંતાબેન પરમાર, સ્ત્રી અધ્યાપન મંદિર ચિત્રાસણીના પ્રાધ્યાપક, સુભાષચંદ્ર ગામેતી, બ્રહ્માકુમારી મોડાસા થી ઇન્દિરાબેન, અરવલ્લી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ એન. ડી. પટેલ, ભિલોડા તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ કમલેશભાઈ પટેલ, ટી.પી.ઓ મોડાસા લીલાબેન ડામોર, મદદનીશ શિક્ષણ નિરીક્ષક મગનભાઈ ગદાત, સૌ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી, ગંગાબેન પાંડોરે 33 વર્ષની શિક્ષણની સફરમાં થયેલા અનુભવો રજૂ કર્યા હતા, માનનીય જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ઉષાબેન ગામીત એ અંતરિયાળ વિસ્તારની કન્યાઓ માટે કરેલા કામને બિરદાવી, તેમજ ઉપસ્થિત વાલી ગણને પોતાના સંતાનોના શિક્ષણ માટેની ખૂબ ઉપયોગી વાતો મૂકી હતી,તેમજ ગંગાબેનને નિવૃત્તિ ની શુભેચ્છાઓ પાઠવી હતી, વય નિવૃત્તિ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ગામજનો, નિવૃત કર્મચારીઓ, આજુબાજુ વિસ્તારની શાળાઓના આચાર્યઓ, શિક્ષકઓ, સગા સંબંધીઓ ઉપસ્થિત રહીને  ગંગાબેન ને શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવી હતી, સમગ્ર કાર્યક્રમને સફર બનાવવા શાળા ના વહીવટી કર્મચારી રમેશભાઈ પટેલે ખૂબ જ જહેમત ઉઠાવી હતી, તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન વિનુભાઈ પટેલ તેમજ ગામના શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!