
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે વિધાનસભા વાઈઝ યુનિટી માર્ચ- એકતા પદયાત્રાનો પ્રારંભ જુનાગઢ થી તા.૯ નવેમ્બરના રોજ થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યુનિટી માર્ચનો કાર્યક્રમ યોજાનાર છે. એ જ દિવસે જુનાગઢનો આઝાદી દિવસ પણ હોય આ કાર્યક્રમ આરઝી હકુમતના સંસ્મરણો સાથે સર્વ સમાજની સહભાગીતા સાથે જૂનાગઢનું ગૌરવ બનશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી વર્ષ ની રાષ્ટ્રીય એકતા-દેશ પ્રથમ ના ભાવ સાથે ઉજવણી થઈ રહી છે.ગુજરાતના સપૂત અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ની 150મી જન્મ જયંતી ની ઉજવણી જન ભાગીદારી સાથે અને રાષ્ટ્રીય એકતાના સંકલ્પ સાથે ગુજરાત સરકાર કરી રહી છે.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતની બધી જ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.જૂનાગઢ માટે ગૌરવની વાત એ છે કે નવમી નવેમ્બર જુનાગઢ નો મુક્તિ દિન છે. જૂનાગઢની આઝાદી માટે સરદાર વલ્લભભાઈ પટેલનું મહત્વનું યોગદાન છે. એકતા પદયાત્રાનો પ્રારંભ જુનાગઢથી કરવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો-મંત્રીશ્રીઓ તેમજ સર્વ સમાજ સંસ્થાઓ અને મોટી સંખ્યામાં યુવાનો જોડાવાના છે આ કાર્યક્રમના આયોજન અને તૈયારી સંદર્ભે જૂનાગઢના પ્રભારી તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક મળી હતી.જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે મંત્રીશ્રીએ બેઠકમાં નવમી નવેમ્બરના કાર્યક્રમમાં-જુનાગઢના માર્ગ ઉપર ટેબ્લો સાથે યોજાનાર યુનિટી માર્ચ ના કાર્યક્રમમાં શહેરીજનો, સંસ્થાઓ સર્વ સમાજના લોકો તેમજ પરંપરાગત વેશ પરિધાનમાં કલાકારો અને સન્માનિત શ્રેષ્ઠિઓ અને આરઝી હકુમતના લડવૈયાઓના પરિવારજનો સહભાગી થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં સૌ જોડાઈ અને જરૂરી તૈયારીઓ થાય તે માટે કરવામાં આવી રહેલી કામગીરી અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા નો કાર્યક્રમ છે અને દેશ માટે સમર્પિત ,રાષ્ટ્રીય એકતા માટે હર હંમેશ કાર્યરત રહેવાં સાથે સામાજિક દાયિત્વને ઉજાગર કરવાનો કાર્યક્રમ હોય શહેરીજનો મોટી સંખ્યામાં જોડાય અને આ કાર્યક્રમ માણે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીશ્રીએ તા.8 નવેમ્બરના રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જિલ્લા તંત્રએ રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના સંકલનમાં કરવામાં આવી રહેલી તૈયારી અંગે સુચિત આયોજન જણાવ્યું હતું. આ એકતા પદયાત્રા બહાઉદીન કોલેજથી મોતીબાગ સરદારબાગ સહિત વિવિધ માર્ગો પર થઈને અંદાજે આઠ કિલોમીટરની રહેશે. માર્ગો સુશોભન ,રસ્તામાં બંને સાઈડ અભિવાદન માટે વિવિધ ગ્રુપના પ્લેટફોર્મ, સાંસ્કૃતિક કાર્યક્રમ ,પોલીસ બેન્ડ, ઘોડેશ્વાર પોલીસ,વિવિધ ટેબ્લો સહિત ગરિમામય અને રાષ્ટ્રીય પ્રેમ રાષ્ટ્રીય એકતા સાથેના માહોલમાં આ કાર્યક્રમ યોજાશે.ઉપરકોટ ,સરદાર ચોક, બહાઉદીન કોલેજ ,સ્વદેશી મેળો સ્થળ તેમજ સરદાર વન રૂપે વૃક્ષારોપણ સહિત વિવિધ સ્થળોએ સૂચિત કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ધર્મેશભાઈ પોશિયા, શહેર પ્રમુખ ગૌરવભાઇ રૂપારેલીયા, અગ્રણી નિર્ભયભાઈ પુરોહિત સહિતના સંગઠનના પદાધિકારીઓ એ પણ આ કાર્યક્રમ જૂનાગઢ માટે ગૌરવ અને રાષ્ટ્રીય એકતા નો કાર્યક્રમ હોય સૌની સહભાગીતા સાથે તૈયારી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાએ વિવિધ ટીમો દ્વારા કરવામાં આવનાર કામગીરી અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે પણ આ કાર્યક્રમ માટે કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં વિવિધ સમિતિઓ દ્વારા થનાર કામગીરીની માહિતી આપી હતી. મિટિંગના પ્રારંભે કલેક્ટશ્રીએ મંત્રીશ્રીનું જુનાગઢ જિલ્લાના પ્રભારી તરીકે નિયુક્તિ બદલ સ્વાગત કરી જિલ્લા વહીવટી તંત્ર વતી મંત્રીશ્રીને આવકાર્યા હતા.આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ, એસપી સુબોધ ઓડેદરા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





