MORBI:મોરબીના રામપર ગામે ઈકો કારે એક્ટીવા હડફેટે લેતા મોટરસાયકલ સવારનું મોત નિપજ્યું

MORBI:મોરબીના રામપર ગામે ઈકો કારે એક્ટીવા હડફેટે લેતા મોટરસાયકલ સવારનું મોત નિપજ્યું
મોરબી માળિયા હાઈવે રોડ ઉપર આવેલ રામપર ગામના પાટીયા પાસે જેકેટી હોટલ સામે રોડ ઉપર ઈકો કારે એક્ટીવા મોટરસાયકલને હડફેટે લેતા મોટરસાયકલ સવારનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કિશનગઢ સોખડા ગામે રહેતા કિશોરભાઈ ઉર્ફે હકાભાઈ દેવદાનભાઈ બાલાસરા (ઉ.વ.૪૬) એ આરોપી ઈકો કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬- આર-૧૮૧૧ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ઇકો કાર રજી.નં. GJ36R1811 ચાલકે પોતાનું વાહન આગળ ધ્યાન રાખ્યા વગર વધુ સ્પીડમાં ચલાવી જેસંગભાઇ માલાભાઇ ડાંગરના મોટર સાયકલ હોન્ડા એકટીવા રજીસ્ટર નં. GJ-36-AQ- 2957 વાળાને હડફેટે લેતા મોટર સાયકલ સાથે રોડ પર પટકાઇ જતા માથામાં તથા બંને પગમાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી આરોપી પોતાનું વાહન મુકી નાશી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









