કમોસમી વરસાદ ને કારણે ખેતીમા થયેલા નુકસાનનું યોગ્ય વળતર અને ક્રોપ લોન માફ કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા બોડેલી મામલતદારને આવેદન આપવામાં આવ્યુ
						
છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. પાકો બગડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. નુકસાનનું યોગ્ય વળતર અને ક્રોપ લોન માફ કરવાની માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા બોડેલી મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે રાજ્યભરમાં કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેતીનું મોટાપાયે નુકસાન થયું છે. છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરીને ડાંગર, કપાસ, સોયાબીન અને શાકભાજીના પાકો પર આ વરસાદે અસર કરી છે. અનેક ખેડૂતોના પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો કેટલાંકના ઉત્પાદન પર સીધી અસર થઈ છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને ખેતીનું ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે.માવઠાને લઇ ખેડૂતો પર આવેલી મુશ્કેલી સામે હવે ખેડૂતોને ન્યાય મળે તે માટે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ખેડૂતોને સાથે રાખી જન આક્રોશ યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને પોતાની સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડવાની માંગણી કરી હતી. કોંગ્રેસના આગેવાનો તેમજ ખેડૂતોના પ્રતિનિધિઓએ બોડેલી મામલતદાર કચેરીએ પહોંચી આવેદન આપ્યું હતું. આવેદનમા સ્પષ્ટ રીતે માંગણી કરવામાં આવી છે કે —ખેડૂતોનું ક્રોપ લોન તાત્કાલિક માફ કરવામાં આવે,કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાનનું યોગ્ય વળતર આપવામાં આવે,ખોટી જમીન માપણી રદ કરવામાં આવે,પાક વીમાની યોજના ફરીથી શરૂ કરી દરેક ખેડૂતોને તેનો લાભ આપવામાં આવે,પૂરતા પ્રમાણમાં ખાતર અને બિયારણ ઉપલબ્ધ કરાવવામાં આવે,તેમજ નકલી ખાતર અને બિયારણના વેચાણ પર કડક કાર્યવાહી કરવામાં આવે.છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે. વરસાદના અણધાર્યા સ્વરૂપને કારણે પાકનું નુકસાન તો થયું જ છે, પરંતુ સરકાર તરફથી યોગ્ય સહાય મળે એ માટે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરવામા આવી હતી આ પરિસ્થિતિમાં કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાઈ હતી કે રાજ્ય સરકાર તાત્કાલિક સર્વે કરી ખેડૂતોની સ્થિતિ જાણી યોગ્ય વળતર આપે અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાના દિશામાં પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે..
તોસીફ ખત્રી બોડેલી
				




