થરા રેફરલ હોસ્પિટલમા રાષ્ટ્રીય અંધત્વ કાર્યક્રમના અંતર્ગત આંખોની તપાસ કરવામાં આવી.
ઓગડ તાલુકા ના મુખ્ય મથક થરામાં આવેલી જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગરીબો માટે આશીર્વાદ રૂપ બની રહ્યું છે.

થરા રેફરલ હોસ્પિટલમા રાષ્ટ્રીય અંધત્વ કાર્યક્રમના અંતર્ગત આંખોની તપાસ કરવામાં આવી.
ઓગડ તાલુકા ના મુખ્ય મથક થરામાં આવેલી જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગરીબો માટે આશીર્વાદ રૂપ બની રહ્યું છે. હોસ્પિટલમાં ૧ સ્પેશિયા લિસ્ટ જનરલ સર્જન,૭ મેડિકલ ઓફિસર સહિત નર્સિંગ નો સ્ટાફ ફરજ બજાવી રહેલ છે. હોસ્પિટલમાં દરરોજ ૩૦૦ થી વધુ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે દર મહિને માસિક ૮ હજાર જેટલા દરદીઓને વિવિધ પ્રસૂતિ,જનરલ ઓપરેશન, ફિજીયોથેરાપી તેમજ દાંતના રોગોની સારવાર કરવામાં આવે છે.રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડૉ.ભરતભાઈ ચૌધરી,ડૉ.અંસારી ડૉ.અશોકભાઈ ગૌસ્વામી સહિત તમામ સ્ટાફની મહેનતના પરિણામ સ્વરૂપ સુંદર કામગીરી બદલ હોસ્પિટલને અનેક એવોર્ડ મળ્યા છે.આ હોસ્પિટલમા આજ રોજ તા.૦૩/૧૧/૨૦૨૫ ને સોમવારનાં રોજ સવારે સરકાર દ્વારા ચાલી રહેલ રાષ્ટ્રીય અંધત્વ કાર્યક્રમ અંતર્ગત ઓપથેલમિક આસિ્ટન્ટ મહેશ મકવાણાની ઉપસ્થિતિમા ૪૦ વર્ષથી વધુ ઉમરના દર્દીઓની આંખની તપાસ કાર્યક્રમ રાખવામાં આવેલ.આ કાર્યક્રમમા ૨૮ જેટલાં દર્દીની આંખોની તપાસ કરવામાં આવેલ.આ કેમ્પમા લાભ લેનાર દરેક લાભાર્થીના ચશ્માના નંબરની તપાસ, મોતિયા નું નિદાન તેમજ ઝામરનું નિદાન કરી આપવામાં આવ્યું હતું તેમ મહેશ મકવાણાએ જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530





