NATIONAL

ભારતીય હવામાન વિભાગએ ચાર રાજ્યોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા અને વરસાદની આગાહી કરી !!!

ભારતીય હવામાન વિભાગએ ચાર રાજ્યોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા અને વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સોમવારે ચેતવણી જારી કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટરબેંસ સક્રિય છે જેને કારણે 4 અને 5 નવેમ્બરના જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમી રાજસ્થાન જેવા ઉત્તરપશ્ચિમ પ્રદેશોમાં હળવો હિમવર્ષા અને વરસાદ થવાની સંભાવના છે. આ દરમિયાન આ વિસ્તારોમાં આંધી અને વીજળી પડવાની પણ સંભાવના છે.

IMD અનુસાર 3 નવેમ્બરના મોડી રાતથી દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસ થવાની સંભાવના છે, એનસીઆરમાં મહત્તમ તાપમાન 29-31 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આસપાસના રાજ્યોમાં પંજાબ અને હરિયાણામાં 4-5 નવેમ્બરે હળવો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના દક્ષિણપૂર્વમાં 10-15 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. આનાથી 5 નવેમ્બરે એનસીઆરમાં હવામાન પર પણ અસર થશે. આના પરિણામે સવારે આંશિક વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. પૂર્વ ભારતમાં ચક્રવાતી પ્રવૃત્તિ વધી રહી છે, જ્યાં બંગાળની ખાડીમાં એક નીચા દબાણનો વિસ્તાર ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ તે હજુ સુધી તોફાનમાં ફેરવાવાની કગાર પર નથી.

ઉત્તર પ્રદેશના આગરા અને મેરઠમાં 4-5 નવેમ્બરે હળવો વરસાદ પડી શકે છે. લખનૌ અને વારાણસી જેવા પૂર્વીય ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાં સામાન્ય હવામાન રહેશે, જેમાં હળવું ઠંડુ અને સ્થિર તાપમાન રહેશે. દરમિયાન બિહારમાં પટના અને ભાગલપુર જેવા શહેરોમાં લઘુત્તમ તાપમાન 18-20 ડિગ્રીની આસપાસ રહેશે. મધ્ય પ્રદેશના ઇન્દોર અને ભોપાલમાં 5-7 નવેમ્બરે વીજળી સાથે વાવાઝોડાની શક્યતા છે. પવનની ગતિ 30-40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની ધારણા છે.

વામાન વિભાગ અનુસાર આગામી ચાર દિવસ સુધી ઉત્તરપૂર્વમાં અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ચક્રવાતી પવનોની આગાહી છે, જેમાં 30 કિમી/કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાશે. તેવી જ રીતે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં 4-7 નવેમ્બર દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેમાં 20-30 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.

Back to top button
error: Content is protected !!