AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના તેજસ્વિની સંસ્કૃતિ ધામ, વાસુરણા ખાતે યોજાઈ સમાજ સ્વાસ્થ્ય ચિંતન શિબિર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વાસુરણા સ્થિત તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે બ્રહ્મવાદીની પૂ. હેતલ દીદીના સાનિધ્યે સામાજિક સ્વાસ્થ્ય, સંઘર્ષ રહિત સ્વસ્થ તન મન સાથે સનાતન સંસ્કૃતિનો સમન્વય જળવાઈ રહે તે હેતુથી એક ત્રિદિવસીય શિબિર યોજાઈ ગઈ. જેમા ગુજરાતભરમાંથી માતૃશક્તિ સહિત ૮૦ જેટલા ભાઈ બહેનો જોડાયા હતા.

દરમિયાન વહેલી સવારે યોગ, પ્રાણાયામ, દિવસ દરમિયાન સંવાદ, ચર્ચા અને પ્રેરક ઉદબોધન તથા રાત્રે નિજાનંદ સત્ર સહિત તન મનને નવી ઊર્જા અને પ્રેરણા મળી રહે તેવા સુયોગ્ય કાર્યક્રમો આયોજિત કરાયા હતા.

કાર્યક્રમના ભાગરૂપે જનજાતિ ,ગ્રામ્ય અને વન ક્ષેત્રમા ઉપેક્ષિત પરિવારોને ઘર ઘર જઈને મળવુ, તેમને સ્વસ્થ જીવનશૈલી, પર્યાવરણ રક્ષણ, જળ સંગ્રહ, પ્રાકૃતિક ખેતી, સરકાર દ્વારા ઉપલબ્ધ યોજનાઓમાં સહભાગીતા, કુટુંબ પ્રબોધન, જીવન વિકાસમાં માતા-પિતા ગુરુજનો, શાસ્ત્ર તથા સત્સંગ જેવા વિષયોમાં સહયોગી બનાવવાનો પ્રયાસ, આર્થિક સામાજિક અને આધ્યાત્મિક ઉન્નતિ જેવા વિષયોનું ચિંતન, મનન કરી લોકોને યોગી, ઉપયોગી, ઉદ્યોગી, અને સહયોગી કેવી રીતે બનાવવા તેની ગહન ચર્ચા પણ  કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાથી અલગ અલગ તજજ્ઞ જેવા કે આચાર્ય શ્રી ધર્મેશભાઈ મહેતા, શ્રી રામાનંદજી, શ્રી ધર્મેન્દ્રભાઈ રણા, બહેન રત્નાજી, શ્રી ભાઈકુ ભાઈ, શ્રી ગોપાલભાઈ શાહ, શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ, શ્રી પી.પી સ્વામીજી, બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદીજી, પૂ. યશોદા દીદી દ્વારા અલગ અલગ વિષય ઉપર ગહન ચિંતન, મનન અને સંવાદ દ્વારા વક્તવ્ય રજૂ કરાયા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વશ્રી ધનસુખભાઈ, ભાઇકુ ભાઇ, અશ્વિન ભાઈ, પ્રવિણભાઇ, કિરણભાઈ, જશમીનબેન, પ્રીતિબેન, દિગ્વિજય સિંહ તથા તેજસ્વિની સંસ્કૃતિ ધામ પરિવાર, વાસુરણા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!