
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વિશ્વભર માં યુવાનોના વ્યક્તિત્વ વિકાસનું કાર્ય કરતી સંસ્થા જેસીઆઈના ના નવા વર્ષના પ્રમુખ અને ટીમ માટેનો શપથ ગ્રહણ સમારોહ હોટલ ખોડિયાર ખાતે યોજાયો.
જેમાં ગત વર્ષના પ્રમુખ જેસી મિતુલ ભાવસારે એમના પ્રમુખ વર્ષનો અહેવાલ રજૂ કર્યો. આવનારા વર્ષ માટે જેસીઆઇ વાંસદા રોયલ ના ૧૭ માં પ્રમુખ તરીકે જેસી એડવોકેટ વિજય પટેલ ની વરણી કરવામાં આવી. મંત્રી તરીકે જેસી કુલદીપ સુરતી અને જુનિયર જેસી પ્રમુખ જેજે પાર્થ પારેખ ને પદભાર સોંપવામાં આવ્યો. કમિટી સભ્યો તરીકે જેસી સાગર પટેલ, જેસી હિતેષ મોહિતે, જેસી અવિનાશ વૈષ્ણવ, જેસી કૃતાર્થ શાહ,જેસી ધનરાજ વૈષ્ણવ, જેસી સ્મિત સોલંકી, જેસી ખુશ્બુ પંચાલ,જેસી કાજલ પોપટ ની નિયુક્તિ કરવા માં આવી. સમારંભ માં નવા વરાયેલા પ્રમુખે આગામી વર્ષ દરમિયાન મોટા કાર્યો કરવાની બાહેધરી આપી હતી. સમારંભ માં મુખ્ય મહેમાન તરીકે શ્રી જલારામસાઇ બાળકોની હોસ્પિટલ ના ડૉ જીતેન્દ્ર પટેલ પધાર્યા હતા. મુખ્ય વક્તા તરીકે પાસ્ટ ઝોન પ્રમુખ જેસી ડૉ. દર્શન મરજાદી સર આવ્યા હતા તેમણે યુવાનોને જેસીઆઈ સંસ્થા મા કેમ જોડાવવું જોઈએ તે માટે ધારદાર વાતો કરી હતી તથા ઝોનવાઇસ પ્રમુખ જેસી ડૉ મિલિંદ પારેખ દ્વારા નવી ટીમને શુભકામના સાથે આખુ વર્ષ સાથે રહીને વધુ કર્યો કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ઝોન ઓફિસર જેસી યોગેશ્વરી રાઠોડ તથા વાંસદા નગરના અનેક મહાનુભાવો પધાર્યા હતા. પધારેલ તમામ મહાનુભાવો એ નવા વરાયેલા પ્રમુખ ને શુભેચ્છા પાઠવી હતી..આ કાર્યક્રમ નું સંચાલન જેસી નિલેશભાઈ પારેખ અને જેસી સૌરભ ખેરનારે કર્યું હતું.
				


