ARAVALLIMODASA

અરવલ્લી જિલ્લા માહિતી વિભાગ, રેડક્રોસ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેક-અપ કેમ્પ યોજાયો

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા માહિતી વિભાગ, રેડક્રોસ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેક-અપ કેમ્પ યોજાયો

“ફિટ ઈન્ડિયા ફિટ મીડિયા” અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લા માહિતી વિભાગ, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી (અરવલ્લી જિલ્લા શાખા) અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે વિશેષ હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, મોડાસા ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના બહોળી સંખ્યામાં પત્રકારો તથા મીડિયાકર્મીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમનું બોડી ચેક-અપ કરાવ્યું હતું. આવા મેડિકલ કેમ્પ દ્વારા મીડિયાકર્મીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તેમજ સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો મહત્વપૂર્ણ હેતુ સિદ્ધ થયો છે.કાર્યક્રમના અધ્યક્ષસ્થાને અરવલ્લી જિલ્લા રેડક્રોસ ચેરમેન ભરતભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા માહિતી અધિકારી નિધિ જયસ્વાલ તેમજ મોટી સંખ્યામાં પત્રકારઓ અને મીડિયાકર્મીઓ આ કાર્યક્રમમાં જોડાઈને તેને સફળ બનાવ્યો હતો.આ પ્રસંગે રેડક્રોસ તથા માહિતી વિભાગ દ્વારા મીડિયાકર્મીઓના આરોગ્ય પ્રત્યેની જાગૃતિ અને સતત સેવાની ભાવનાને વધુ મજબૂત કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!