AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં વઘઇમાં તુલસી વિવાહની ડીજે ના સથવારે ભવ્ય ઉજવણી,મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો જોડાયા.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ધાર્મિક માન્યતા મુજબ તુલસી વિવાહ બાદ દેવતાઓના વિશ્રામકાળ એટલે કે ચાતુર્માસનો સમાપન થાય છે અને શુભ કાર્યોના આરંભનો પ્રારંભ થાય છે. આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ (ઠાકરબાપા) અને દેવી તુલસીવૃંદાના દૈવિક લગ્નો વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉજવવામાં આવે છે.ત્યારે ડાંગ જિલ્લાનાં વઘઇ ખાતે સોહલા પરિવાર તથા અંબામાતા મંદિર આયોજન હેઠળ ભગવાન શાલીગ્રામ (ઠાકરબાપા) તથા માતા ભગવતી તુલસીવૃંદા નો તુલસી વિવાહ મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો.આ પ્રસંગે વઘઇ તથા આસપાસના વિસ્તારના ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લગ્નોત્સવનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.લગ્નોત્સવની જેમ ભગવાન શાલિગ્રામ (ઠાકરબાપા)ના વર પક્ષે વઘઇ ભરવાડ ફળિયાના દેવાભાઈ સોહલા તથા સોહલા પરિવાર રહ્યું હતુ.જ્યારે માતા તુલસીવૃંદાના કન્યા પક્ષે અંબા માતા મંદિર રહ્યું હતુ.શુભ લગ્ન સ્થાન” અંબામાતા મંદિર, વઘઇ ખાતે રાખવામાં આવ્યું હતુ “લગ્ન વિધિ બાદ આરતી અને પ્રસાદ વિતરણનો આનંદદાયક કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે રાત્રે રંગબેરંગી લાઈટોમાં ઠાકરબાપાના વરઘોડામાં મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ  ડીજે ના સથવારે ઉમંગભેર રાસ ગરબે ઘૂમી તુલસી વિવાહ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. સમગ્ર આયોજનમાં વઘઇ ભરવાડ સમાજ, સોહલા પરિવાર, તથા સેવાભાવી ભક્તજનોનું વિશેષ યોગદાન રહ્યું હતુ. આ રીતે તુલસી વિવાહનો આ પ્રસંગ વઘઇમાં આનંદ, શ્રદ્ધા અને ભક્તિનો અવિસ્મરણીય ઉત્સવ બની રહ્યો હતો..

Back to top button
error: Content is protected !!