
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એટલે કે મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવતા ડાંગ જિલ્લામાં આ કાર્યક્રમ અંતર્ગત આહવા,વઘઇ અને સુબીર તાલુકાના બીએલઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ તા.૦૭-૦૨-૨૦૨૬ સુધી યોજનાર છે, ત્યારે તા.૧/૧૧/૨૦૨૫ તથા તા.૩/૧૧/૨૦૨૫ ના રોજ તાલીમ યોજાઇ જેમાં આહવા તાલુકાના કુલ ૧૩૫, વઘઇ તાલુકાના ૧૦૧ અને સુબીર તાલુકાના ૯૩ બીએલઓ મળી કુલ ૩૨૯ તેમજ આહવા તાલુકાના કુલ ૧૪ સુપરવાઇઝર, વઘઇ તાલુકાના ૧૦ અને સુબીર તાલુકાના ૧૦ સુપરવાઇઝર આમ જિલ્લાના કુલ ૩૪ બીએલઓ સુપરવાઝરશ્રીઓને તાલીમ આપવામાં આવી હતી.તાલીમમાં મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારીશ્રી તેમજ પ્રાંત અધિકારીશ્રી કાજલ આંબલીયા, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ ખાંટ, સિસ્ટમ સુપરવાઇઝર શ્રી મહેન્દ્રભાઇ ભોયે સહિત અન્ય નાયબ મામલતદારશ્રીઓ દ્વારા એસ.આઈ.આર. (SIR) પ્રક્રિયા તેમજ બી.એલ.ઓ.ની ફરજો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બુથ લેવલ અધિકારી દ્વારા તા.૦૪-૧૧-૨૦૨૫થી તા.૦૪-૧૨-૨૦૨૫ સુધીમાં સને-૨૦૦૨ની મતદારયાદીનાં સંદર્ભમાં થનાર આ કાર્યક્રમમાં મતદારો https://voters.eci.gov.in પરથી અગાઉના સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૦૨માં પોતાનું નામ ચકાસી શકશે. બુથ લેવલ અધિકારી દ્વારા તમામ મતદારોનાં ઘેર જઈને Enumeration Form આપશે તથા ફોર્મ ભરવા જરૂરી માર્ગદર્શન આપશે.





