NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી શહેરમાં નકશા પ્રોજેક્ટ અંતર્ગત,આવતી ૭ તારીખથી ડ્રોન ફ્લાઇટ દ્વારા મિલકતોની ઈમેજ લેવાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ભારત સરકાર દ્વારા નવસારી શહેરમાં નકશા (NAKSHA)પ્રોજેક્ટ લાગુ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત નવસારી શહેરના તમામ મિલકતધારકોને ડ્રોન દ્વારા સર્વે કરીને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે.આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા તરીકે સમગ્ર નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ડ્રોન ફ્લાઇટ કરીને તમામ મિલકતોની ઇમેજ લેવામાં આવનાર છે.આ માટે આગામી તારીખ ૭ નવેમ્બર થી ૧૧ નવેમ્બર એમ ૫ દિવસ સવારના ૯ :૦૦ કલાકે થી સાંજના ૫:૦૦ કલાક સુધી નવસારીના જુદા જુદા વિસ્તારમાં ડ્રોન ફ્લાઇટ કરવામાં આવનાર છે. આ માટે કુલ ૩ ડ્રોન તથા તેની ટીમો દ્વારા કામગીરી કરવામાં આવનાર  છે.આથી જિલ્લા વહીવટી તંત્ર તરફથી જાહેર જનતાને વિનંતિ છે કે આ દિવસો દરમિયાન આકાશમાં ડ્રોન કે UAV પ્રકારનું કોઈ ઉપકરણ દેખાય તો ભય ન પામે તથા શંકા ન કરે તેમજ અફવાઓથી દૂર રહે અને ડ્રોન ફલાઈટની ટીમ માટે વિઘ્ન ઊભો ન કરી સહાયરૂપ રહે.

Back to top button
error: Content is protected !!