GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લામાં તહેવારો ને ધ્યાને લઈ તા.૧૭ નવેમ્બર સુધી સભા-સરઘસ ઉપર પ્રતિબંધ..

વાત્સલ્યમ સમાચાર
વલસાડ

વલસાડ જિલ્લામાં આગામી સમયમાં દેવ દિવાળી અને ગુરૂનાનક જ્યંતિના તહેવારની ઉજવણી થનાર હોવાથી વલસાડ જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી જાળવવા સરઘસ કાઢવાની તેમજ સભા ભરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જે અંગે જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ મહિપાલસિંહ ચુડાસમાએ ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧ની કલમ-૩૭(૩) થી મળેલી સત્તાની રૂએ વલસાડ જિલ્લામાં તા. ૧૭ નવેમ્બર ૨૦૨૫ સુધી અનઅધિકૃત રીતે/ ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ માણસોની કોઈ સભા કરવી કે બોલાવવી નહી, સરઘસ કાઢવુ નહી કે દેખાવ નહી કરવા જણાવ્યું ๒.

આ હુકમ સ્મશાન યાત્રા કે એસટી બસ-રેલવેમાં મુસાફરી કરવા માંગતા લોકોને, સક્ષમ અધિકારીની લેખિત પરવાનગી મેળવનાર બોનોફાઈડ વ્યક્તિને તથા સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૫(૧) તથા ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ની કલમ – ૨૨૩ અનુસાર સજાને પાત્ર થશે. જે માટે વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેકટર સુધીના તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!