ફિટ ઈન્ડિયા – ફિટ મીડિયા અંતર્ગત હિંમતનગર રેડ ક્રોસ ખાતે મિડિયાકર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમનું સફળ આયોજન કરાયું
સાબરકાંઠા ના પત્રકાર મિત્રો દ્વારા લાભ લેવાયો

♦ગુજરાત સરકાર અને ગુજરાત રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે “ફિટ ઈન્ડિયા – ફિટ મીડિયા” અભિયાન અંતર્ગત હિંમતનગર રેડ ક્રોસ ખાતે સાબરકાંઠા જિલ્લાના મીડિયા કર્મચારીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
♦


કાર્યક્રમ દરમિયાન મીડિયા કર્મચારીઓનું સામાન્ય સ્વાસ્થ્ય તપાસ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ,ઈસીજી, એકક્ષ રે હિમોગ્લોબિન વગેરેની તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય જાગૃતિ વધારવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વસ્થ મીડિયા કર્મચારીઓ સ્વસ્થ સમાજ નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવી નિયમિત આરોગ્ય તપાસ કરાવવાની પ્રેરણા આપી હતી.
આ કાર્યક્રમમાં વાઇસ ચેરમેનશ્રી ડૉ. વી એ ગોપલાણી,નાયબ માહિતી નિયામક શ્રી જીગરભાઈ ખૂંટ, કારોબારી સભ્ય શ્રી સતિષભાઈ શાહ, કારોબારી સભ્ય શ્રી સર્જનસિંહ જેતાવત, કારોબારી સભ્ય શ્રી વિપુલભાઈ સાંખલા, કારોબારી સભ્ય શ્રી હિતેષભાઇ સાંખલા,રોનકભાઈ શાહ, પત્રકારશ્રીઓ,મેડિકલ સ્ટાફ, માહિતી ખાતાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.



