GUJARATHIMATNAGARSABARKANTHA

બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ અંતર્ગત સાબરકાંઠામાં જન જાતિય ગૌરવ રથયાત્રા યાત્રા યોજાશે

જનજાતિય ગૌરવ રથ યાત્રાના સુચારુ આયોજન અંગે કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

રાષ્ટ્રનિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧માં બિરસા મુંડાના જન્મદિવસ, ૧૫ મી નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ અંતર્ગત આગામી ૭ નવેમ્બર થી ૧૩ નવેમ્બર ૨૦૨૫ના દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસ રથયાત્રા યોજાશે. સાબરકાંઠા જિલ્લામાં ૭ નવેમ્બર ૨૦૨૫ ના રોજ પોશીના ખાતેથી જિલ્લાકક્ષાની ગૌરવ રથ યાત્રાનો પ્રારંભ થશે. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમના સુચારુ આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી હિંમતનગર ખાતે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા આગામી તા. ૭ થી ૧૩ મી નવેમ્બર સુધી જનજાતિય ગૌરવ રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ લાભ સહિત આદિજાતિ વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે તથા વૃક્ષારોપણ કરવામાં આવશે.

જનજાતિય ગૌરવ રથ યાત્રાના પૂર્વે શાળાઓ, પંચાયતઘર, આંગણવાડી વગેરે સ્થળોએ સફાઈ, શાળાઓમાં ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્ર વિષય પર વિવિધ સ્પર્ધાઓ અને રમતોનું પણ આયોજન કરાશે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી ક્રિષ્ના વાઘેલા, પ્રાયોજના વહીવટદારશ્રી વિશાલ સક્સેના, પ્રાંત અધિકારીશ્રી ખેડબ્રહ્મા,નિમેષભાઈ પટેલ સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મેહુલ પટેલ ✍️

Back to top button
error: Content is protected !!