
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
શામળાજી મંદિર ખાતે કાર્તિકી પૂનમ ને લાખો ભકતોએ શામળિયા દર્શન કરી ધન્યતા અનુભવી – નાગધરા કુંડમાં આસ્થા રૂપી ડૂબકી લગાવી.. આજના દિવસનું ખાસ મહત્વ
સુપ્રસિદ્ધ યાત્રા ધામ શામળાજી મંદીર ખાતે દેવદિવાળી નું અનેરું મહત્વ જોવા મળ્યું જેમાં દર વર્ષની જેમ આ વર્ષ એ કારતક સુદ પુનમ એટલે કાર્તિકી પૂનમ.ખાસ કરીને આજના દિવસે શામળાજી મંદિર ખાતે સૌ કોઈ ભક્તો દર્શન માટે આવતા હોય છે અને કાર્તિકી પૂનમ એટલે શામળાજી ખાતે ગુજરાતનો સૌથી લાંબો ચાલતો લોકમેળો જેમાં કારતક સુદ એકમ થી પૂનમ સુધી મેળો ભરાય છે. અને પૂનમ ના દિવસે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટતા હોય છે. ભગવાન શામળિયા ને રંગબેરંગી વાઘા પહેરાવી સુવર્ણ અલંકાર થી તેમજ સુવર્ણ મોરપીંછ મુગટ ધારણ કરી ભગવાન શામળિયાનું રૂપ સુવર્ણ સજ્જ બનતા ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ભક્તિમય માહોલ વચ્ચે ભક્તો શામળિયા ને ધજા પણ ચડાવતા હોય છે મંદિર પરિસરમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને દર્શનાર્થીઓ એ શામળિયા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
બીજી તરફ આજના દિવસે શામળાજી ખાતે આવેલ મેશ્વો ડેમની તટમાં આવેલ નાગધરા કુંડ નું પણ વિષેશ મહત્વ રહેલુ છે. જેમાં ગુજરાત, રાજેસ્થાન સહિત અનેક વિસ્તારના લોકો ખાસ કરીને અસ્થિ વિસર્જન માટે અહીં આવતા હોય છે અને નાગધરા કુંડ માં ડૂબકી લગાવવા હોય છે. જેમાં લોકોની પ્રાચીન માન્યતા મુજબ અહીં જે કોઈ મૃત્યુ પામનાર લોકોના અસ્થી (ફુલ) નાગધરા કુંડમાં પધરાવવા થી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને નાગધરા કુંડમાં આસ્થા રૂપી ડૂબકી લગાવતા હોય છે જેમા ખાસ કરીને કારતક સુધ અગિયારસ થી પૂનમ સુધી લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. આમ શામળાજી મંદિર ખાતે આજના દિવસનું અનેરું મહત્વ રહેલુ છે





