DAHODGUJARAT

 દાહોદ શહેરના ઠક્કર ફળીયા વિસ્તારમાં આવેલ ગુરુદ્વારા ખાતે ગુરુનાનક દેવજી ની ૫૫૬ મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ

દાહોદ ખાતે ગુરુ નાનક સાહેબ ની ૫૫૬ મી જન્મ જયંતી નિમિત્તે પ્રકાશ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી 

તા.૦૫.૧૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેરના ઠક્કર ફળીયા વિસ્તારમાં આવેલ ગુરુદ્વારા ખાતે ગુરુનાનક દેવજી ની ૫૫૬ મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ

દાહોદ ખાતે ગુરુ નાનક સાહેબ ની ૫૫૬ મી જન્મ જયંતી નિમિત્તે પ્રકાશ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

દાહોદ શહેરના ઠક્કર ફલીયા સ્થિત ગુરુદ્વારામાં ગુરુ નાનક ની ૫૫૬ મી જયંતિ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તે અંતર્ગત ૦૭ દિવસ અગાઉથી સિખ સમાજ અને સિંધી સમાજ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં વહેલી સવારે પ્રભાત ફેરી નું આયોજન કરાયું ત્યારે ગુરુ નાનક જયંતિ નિમિત્તે દાહોદ શહેર ના ઠક્કર ફલીયા ગુરુદ્વારા ખાતે વહેલી સવારથી વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવામાં આવ્યું હતું. શબ્દ કીર્તન લંગર મહાપ્રસાદી નું પણ આયોજન કરાયું જેમાં ગુરુદ્વારા ખાતે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી સાથે અહીં ચાલતા ત્રણ દિવસના લંગરના મહાપ્રસાદી ના કાર્યક્રમમાં મહિલાઓ પુરુષો સહિત લોકોએ પોતાની સેવા આપી હતી ગુરુદ્વારા માં ભજન કીર્તન સહિતના કાર્યક્રમ બાદ ભક્તોએ મહાપ્રસાદી લંગરનો લાભ લીધું હતું. ગુરુ નાનક દેવજી શીખ ધર્મના સંસ્થાપક જ નહીં પરંતુ માનવ ધર્મના સ્થાપક પણ હતા તેઓ કોઈ એક ધર્મ ના ગુરુ ન હતા પરંતુ આખી સૃષ્ટિના જગતગુરુ હતા તેમનો જન્મ પૂર્વ ભારતની પાવન ધરતી પર કારતક પૂર્ણિમા ના દિવસે 1469 માં લાહોર થી નજીક 40 કિલોમીટર આવેલ તલવંડી નામના ગામમાં થયો હતો તેમના પિતાનું નામ કલ્યાણ રાય મહેતા હતું અને માતાનું નામ ત્રિપતાજી હતું, ત્યારે આજરોજ ગુરુનાનક જન્મ જયંતિ અને પ્રકાશ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી 

Back to top button
error: Content is protected !!