DAHOD

સંજેલી તાલુકાના ઢેઢીયા ગામ રહેતા યુવકની હત્યા અજાણ્યા ઈસમ દ્વારા કરી હોવાના આક્ષેપ લાસને પોસ્ટ મોર્ટમ અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ લાવવામાં આવ્યો 

તા.૦૫.૧૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢેઢીયા ગામ રહેતા યુવકની હત્યા અજાણ્યા ઈસમ દ્વારા કરી હોવાના આક્ષેપ લાસને પોસ્ટ મોર્ટમ અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ લાવવામાં આવ્યો

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢેઢીયા ગામેં રહેતો ૧૯ વર્ષીય રાઠોડ અરવિંદભાઈ જે પોતે પોતાના ઘરે હાજર હતા.તે દરમ્યાન કોઈ અજાણ્યો ઈસમ અરવિંદભાઈ ના ઘરે આવી તમને બેહલાવી ફોસલાવી ને મહીસાગર જિલ્લાના સંતરામપૂર જિલ્લાંના આંબાં ગામે ગઈ કાલ તા. ૦૪.૧૧.૨૦૨૫ મંગળવાર ના રોજ સાંજના ૦૫:૦૦ કલાકે લઈ ગયા હોવાનું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે..ત્યારે પરિવાર જનોને જણાવ્યા અનુસાર અરવિંદ ભાઈ ઈજાગ્રસ્ત હાલતમાં સંજેલીના સરકારી દવાખાનામાં સારવાર હેઠળ છે.ત્યારે પરિવાર જનો સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા ગયા ત્યારે હોસ્પિટલના હાજર તબીબો દ્વારા અરવિંદભાઈ ને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.ત્યારે અરવિંદભાઈ ના શરીરના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળતા પરિવાર જનો એ પોલીસને જાણ કરી હતી અને તે અજાણ્યા ઈસમ જે અરવિંદભાઈ ને ઘરે લેવાં આવ્યો હતો.તે ઈસમને શોધી તે ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.ત્યારે પોલીસે લાસનો કબ્જો લઈ લાસને પોસ્ટ મોર્ટમં અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ લાવી તપાસનો ધમધમાટ આરંભ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે

Back to top button
error: Content is protected !!