GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સપનાનું ઘર સાકાર કરનારી પહેલ એટલે ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના’

તા.5/11/2025

વાત્સલયમ્ સમાચાર

આલેખન – રાજ લક્કડ

વડાપ્રધાનશ્રીએ ફક્ત છત જ નહીં પરંતુ અમને ઓળખ અને ગૌરવ અપાવ્યું છે.* – સરોજબેન સાવલિયા

‘પંડિત દીનદયાળ આવાસ યોજના’ અંતર્ગત રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૩ થી અત્યાર સુધીમાં ૧૮૩૦ જેટલા લાભાર્થીઓને ૧૦૦.૨૯ કરોડની સહાય ચૂકવાઈ

Rajkot: ઘર મેળવવું દરેક માનવીનું સ્વપ્ન છે, પણ દરેકને માટે એ શક્ય નથી. આ સ્વપ્નને સાકાર કરે છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની એવી સંવેદનાશીલ યોજના જેમાં જરૂરિયાતમંદોને પોતાનું ઘર આપવાનો સંનિષ્ઠ પ્રયાસ થાય છે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ, સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ, વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા નાગરિકોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા તથા જેની વાર્ષિક આવક રૂ ૬,૦૦,૦૦૦/- થી ઓછી છે અને માલિકીનો પ્લોટ ધરાવતા વ્યક્તિને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૭૦,000/- આપવામાં આવે છે. મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ ર વર્ષની છે. આ રકમ DBT દ્વારા ચાર હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. રાજ્ય સરકારે ૨૦૨૫-૨૬ના બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) માટે ₹ ૧,૧૦૮ કરોડ ફાળવ્યા છે.

આ બાબતે વાત કરતા જામકંડોરણા તાલુકાના જશાપર ગામના રહેવાસી શ્રી સરોજબેન સાવલિયા કહે છે કે, અમે છેલ્લા ૧૫ વર્ષ થી ભાડાના મકાનમાં રહેતા હતા. જેમાં અમને બહુ તકલીફો ભોગવવી પડતી હતી. અમને થોડાક વર્ષો પહેલા ૧૦૦ ચોરસ મિટરનો પ્લોટ સરકાર તરફથી મળ્યો. મારા સાસુમાં પતિ અને દીકરો અને હું એમ થઈને ચાર લોકો સાથે રહિયે છીએ. અમારી વાર્ષિક આવક અંદાજિત ૧ લાખ જેટલી છે. મારા પતિ મજૂરી કામ કરે છે, મારો દીકરો દિવ્યાંગ હોવાથી ઘરે બેસીને થોડું ઘણું કામ કરે છે.

અમને ખબર પડી કે આ યોજનામાં લાભાર્થીને મજબૂત અને સુવિધાસભર ઘર બાંધવા માટે નાણાકીય સહાય મળે છે. એટલે અમે તેમાં અરજી કરી હતી મંજૂરી મળતા જ અમે બે વર્ષમાં ઘર બનાવી લીધું. અમને સહાય પેટે અત્યાર સુધીમાં ચાર હપ્તાઓમાં એક લાખ વીસ હજાર જેટલી રકમ મળી ગઈ છે. અમે ઘર બધાવ્યુ એટલે સમજાયું કે વડાપ્રધાનશ્રીએ અમને ફક્ત છત જ નથી આપી પણ અમને અમારી પોતાની ઓળખ અને ગૌરવ અપાવ્યું છે. હવે તો મારા દીકરાના લગ્ન કરવામાં પણ અમને સરળતા રહેશે અને અમારી વહુને પણ પોતાનું ઘરનું ઘર મળશે.

જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિની કચેરી રાજકોટ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન ૭૭૮ લાભાર્થીઓને ૫૦.૨૨ કરોડની સહાય ચૂકવાઈ, વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન ૫૬૯ લાભાર્થીઓને ૩૧.૪૬ લાખની સહાય ચૂકવવાઈ અને વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન અત્યાર સુધીમાં ૪૮૩ લાભાર્થીઓને ૧૮.૬૧ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. વર્ષ ૨૦૨૩-૨૪ થી લઈને આજ દિન સુધીમાં ૧૮૩૦ જેટલા લાભાર્થીઓને ૧૦૦ કરોડ ૨૯ લાખની સહાય ચૂકવવામાં આવી છે. તેમ નાયબ નિયામક વિકસતી જાતિ શ્રી ડી.એ.પીપરીયાની યાદીમાં જણાવાયું છે.

 

“પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અરજી કરવાની પ્રક્રિયા અને જરૂરી ડોક્યુમેન્ટસની સૂચક યાદી”

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ અરજી કરવા માટે અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો(આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.), અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો),આવકનો દાખલો, અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક), કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ, જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે), અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર, મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી, BPLનો દાખલો, પતિના મરણનો દાખલો (જો વિધવા હોય તો), જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી, પાસબુક / કેન્સલ ચેક, અરજદારનો ફોટો આપવાનો રહેશે.

Back to top button
error: Content is protected !!