
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અસરગ્રસ્ત ખેડૂતોને પોતાની ગ્રાન્ટ આપવા તૈયાર થયા ધવલસિંહ ઝાલા – 2.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ખેડૂતોના હિત માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય ..!!
જે પ્રમાણે ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદ ને લઈ લાખો રૂપિયાનું નુકશાન થયું છે અને સરકાર ધ્વારા ખેડૂતોના હિત માટે યોગ્ય સહાય પેકેજ જાહેર કરવામાં આવે તે જરૂરી છે બીજી તરફ ધારાસભ્ય તરીકે ખેડૂતો ને વારે આવવા આહવાન કરતા ધવલસિંહ ઝાલા એ હવે ખેડૂતોના મસીહા તરીકે ખેડૂતોની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પોતાની ધારાસભ્ય તરીકેની 2.5 કરોડ જે ગ્રાન્ટ છે તે અસરગ્રસ્ત ખેડૂતોમાં તમામ ગ્રાન્ટના રૂપિયા આપી દેવા અંગેનું નિવેદન સામે આવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે આ સિવાય અન્ય ધારાસભ્યો તેમજ સંસદ લોકો પોતાની ગ્રાન્ટ પણ ખેડૂતોના સહાય માટે વાપરી શકે છે તેમ જણાવ્યું હતું અને ખાસ અપક્ષ ધારાસભ્ય તરીકે ખેડૂતોના હિત માટે માલપુર બાયડના ધારણસભ્ય જ્યારે પોતાના ગ્રાન્ટ નો ઉપયોગ કમોસમી વરસાદમાં અસરગ્રસ્ત પામેલા ખેડૂતો માટે ઉપયોગ કરવા આહવાન કરતા ખેડૂતો ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે




