GUJARATHALOLPANCHMAHAL

યાત્રાધામ પાવાગઢ ખાતે દેવ દિવાળી ના પર્વ ને લઇ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ યોજાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૫.૧૧.૨૦૨૫

સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે બુધવારે દેવ દિવાળી ના પર્વ ને લઇ મંદિર ખાતે માતાજીને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.અન્નકૂટ દર્શન ને લઇ માતાજીના ભક્તો ને માતાજીના દર્શન ની સાથે સાથે અન્નકુટના દર્શન નો લ્હાવો મળ્યો હતો.આજે દેવ દિવાળી પર્વ ને લઇ એક લાખ જેટલા માઈ ભક્તો માતાજીના ચરણ માં શિશનમાવી ધન્યતા અનુભવી હતી.શક્તિપીઠ પાવાગઢ ડુંગર ખાતે બિરાજમાન જગત જનની માં કાલી ના દર્શનનો આસો તેમજ ચૈત્રી નવરાત્રી સાતમ આઠમ તેમજ પૂનમના રોજ ભક્તોમાં વિશેષ મહિમા હોય છે.એમાં પણ આજે દેવ દિવાળીનો સમન્વય થતો હોઈ ભક્તો ગત મોડી રાત્રી તેમજ આજે વહેલી સવારથી જ પાવાગઢ તરફ પ્રયાણ કરતા જોવા મળતા હતા.જ્યારે ભક્તોના ભારે પ્રવાહને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે વહેલી સવારે પાંચ કલાકે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. માતાજીના નિજ મંદિરના દ્વાર ભક્તોના દર્શાનર્થે ખુલ્લા મુકાતા મંદિર પરિસરમાં હાજર માઇ ભક્તોએ જય માતાજી ના ભારે જય ઘોષથી મંદિર પરિસર ગૂંજી ઊઠયું હતું. જોકે નિજ મંદિર ખાતે માતાજીના સન્મુખ છપ્પનભોગ અન્નકૂટ ધરાવવાના હોઈ નીજ મંદિરના દ્વાર ખુલતા ભક્તોને માતાજીના દર્શન સાથે અન્નકૂટના દર્શન થતાં ભક્તો આનંદ વિભોર થઇ ગયા હતા.ભક્તો શિસ્તબદ્ધ રીતે માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવતા હતા.ભક્તોના ભારે પ્રવાહ ને ધ્યાનમાં રાખી પાવાગઢ તળેટી થી લઈને નિજ મંદિર સુધી લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે પ્રતિ વર્ષની સરખામણીમાં આજે ભક્તો નો પ્રવાહ થોડો ઓછો જોવા મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!