DAHODGUJARAT

દાહોદ શહેરના વોર્ડ નંબર- ૭ તથા ૮ ના કાઉન્સિલર ના સાંભળતા નાગરિકો નગરપાલિકા પ્રમુખને હાથ જોડી રજુવાત કરવા બન્યા મજબુર

તા.૦૫.૧૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેરના વોર્ડ નંબર- ૭ તથા ૮ ના કાઉન્સિલર ના સાંભળતા નાગરિકો નગરપાલિકા પ્રમુખને હાથ જોડી રજુવાત કરવા બન્યા મજબુર

ગત રોજ રોડ-રસ્તા, સફાઈ તેમજ રોડ પર ઉભરાતા ડ્રેનેજના દુર્ગંધ મારતાં ગંદા પાણીની સમસ્યાથી પીડાતા દાહોદના વોર્ડ નંબર- ૭ તથા ૮ ના નાગરિકોએ દાહોદ નગરપાલિકા કચેરી ખાતે સમૂહમાં આવી, ચીફ ઓફિસર હાજર ન હોવાથી પાલિકા પ્રમુખને ઉપરોક્ત સમસ્યાના સત્વરે નિરાકરણ માટે રજૂઆત કરી હતી. અને પાલિકા પ્રમુખે આ સમસ્યાઓના નિરાકરણ માટે હૈયાધારણ આપી હતી. આમ જોઈએ તો સમગ્ર દાહોદ શહેરની જનતા રોડ-રસ્તા, ઉભરાતી ભૂગર્ભ ગટરના ગંદા પાણી, ગંદકી જેવી સમસ્યાઓથી ઓછે-વત્તે અંશે પીડાઈ રહી છે. જનતા પોતાના વોર્ડના કાઉન્સિલરો સમક્ષ પોતાની સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરતી હોય છે. પરંતુ સમસ્યાના નિરાકરણ માટે સંતોષકારક જવાબ સુધ્ધાં મળતો નથી. જેથી જનતામાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે દાહોદ શહેરમાં વોર્ડ નંબર-૭ તથા વોર્ડ નંબર-૮ની જનતા છેલ્લા કેટલાય સમયથી ઉબડખાબડ રોડની સમસ્યાથી પીડાઈ રહી છે. સાથે સાથે તે બંને વોર્ડોમાં નિયમિત સફાઈ થતી નથી. તેમજ છેલ્લા ચાર દિવસથી ડોર ટુ ડોર કચરા કલેક્શન માટેની ગાડી આવતી નથી. ભૂગર્ભ ગટર ઉભરાતા દુર્ગંધ મારતા ગંદા પાણી રસ્તા પર ઉભરાતા રહેતા ગંદકીની સાથે સાથે મચ્છરનો ઉપદ્રવ પણ વધવા પામ્યો છે. આ મામલે તે બંને વોર્ડના કાઉન્સિલરોને પીડીત જનતાએ અવાર-નવાર રજૂઆતો પણ કરી છે. અને કાઉન્સિલરોએ તે બાબતે હૈયા ધારણ પણ આપી છે. પરંતુ તે હૈયા ધારણ દર વખતે માત્રને માત્ર લોલીપોપ બનીને રહી જવા પામી છે. જેથી તે સમસ્યાઓ ઠેરની ઠેર રહેવા પામી છે. છેવટે ગઈકાલે વોર્ડ નંબર-૭ તેમજ વોર્ડ નંબર-૮ની સમસ્યાઓથી પીડિત લોકોએ નગરપાલિકા ભવન પર સમૂહમાં આવી ચીફ ઓફિસર હાજર ન હોવાને કારણે પાલિકાના પ્રમુખ નીરજ દેસાઈ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી અને સમસ્યાઓના સત્વરે નિરાકરણ માટેની માગણી કરતી લેખિત રજૂઆત કરી હતી. જેના જવાબમાં પ્રમુખે સમસ્યાના સત્વરે નિરકરણ માટેની હૈયાધારણ આપી હતી. ત્યારે આ હૈયાધારણ લોલીપોપ બનીને રહી જશે કે પછી સમસ્યાનું સત્વરે નિરાકરણ આવશે તે હવે જોવું રહ્યું!!!!!!

Back to top button
error: Content is protected !!