
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વાંસદા તાલુકાની ચાંપલધરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પરેશભાઈ દેસાઈ તેમજ પ્રદેશ એસ.ટી. મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી સંગઠનની એકતા માટે આહવાન કરી ભારત માતા કી જયના જયનાદ સાથે નવા વર્ષે નવા વિચારો ઉમંગ સાથે ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ પાર્ટીની વિચારધારાઓમાં આગળ લઈ જવા આહવાન કર્યો હતો.આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન પટેલ, ઉપપ્રમુખ માધુભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય રેખાબેન પટેલ, મીનાક્ષીબેન પટેલ, ઉપપ્રમુખ રાકેશ શર્મા, વિજયભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ, સરપંચ હેમંતભાઈ પટેલ, પી.કે. પટેલ, ધર્મેશભાઈ પટેલ તથા પદ્માબેન-દિલીપભાઈ પટેલ સહિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં 70થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા ભાજપ મોવડી મંડળમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.




