GUJARATKUTCHMUNDRA

દુનિયાની સૌથી મોંઘી ૯૦ લાખની ‘મીઠી ખારેક’ કચ્છમાં : અગ્રણી નેતાને ‘ઓપરેશન’ પડ્યું સવા કરોડમાં ! 

🥳 મીડિયાને પણ પ્રસાદીરૂપે 'દિવાળી ગિફ્ટ' મળ્યાની ચર્ચા!

દુનિયાની સૌથી મોંઘી ૯૦ લાખની ‘મીઠી ખારેક’ કચ્છમાં : અગ્રણી નેતાને ‘ઓપરેશન’ પડ્યું સવા કરોડમાં ! 

 

🥳 મીડિયાને પણ પ્રસાદીરૂપે ‘દિવાળી ગિફ્ટ’ મળ્યાની ચર્ચા!

 

કચ્છ/ભુજ : શિસ્ત અને સંસ્કારની છબિ ધરાવતા દેશના એક અગ્રણી રાજકીય પક્ષ સાથે સંકળાયેલા અને બુદ્ધિશાળી સમાજના અગ્રણી ગણાતા એક વગદાર નેતા છેલ્લા કેટલાક દિવસોથી કથિત રંગરેલિયા પ્રકરણને કારણે ચર્ચાના ચકડોળે ચડ્યા છે. ભૂતકાળમાં અનેક લોકોના ‘ઓપરેશન’ સફળતાપૂર્વક પાર પાડનારા આ મહાચંદને ખુદનું ઓપરેશન સવા કરોડમાં પડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ આ અગ્રણી પક્ષના નેતા ભુજ નજીકના એક રિસોર્ટમાં એક મહિલા સાથે હતા ત્યારે મહિલાના પતિએ રેડ પાડીને સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કર્યો હતો.

આ આખા મુદ્દે સત્તાવાર પુષ્ટિ કોઈએ કરી નથી, છતાં જિલ્લા રાજકીય વર્તુળો અને સોશિયલ મીડિયા પર આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. કચ્છની એક જાણીતી વેબસાઈટ દ્વારા આ વિષય સૌપ્રથમ પ્રકાશમાં લાવવામાં આવ્યો હતો ત્યારબાદ અન્ય અખબારો અને પોર્ટલોએ પણ આ પ્રકરણને અલગ અલગ દૃષ્ટિકોણથી રજૂ કર્યું છે.

 

💸 સમાધાન માટે ₹1 કરોડથી વધુનો ખર્ચ છતાં નામ ‘ટોક ઓફ ધ ટાઉન’ :

ચર્ચા મુજબ આ મામલાને પોલીસ સ્ટેશન કે જાહેર ચર્ચામાંથી દબાવી દેવા માટે વગદાર નેતાએ ધરખમ ખર્ચ કર્યો હતો. પ્રારંભિક સમાધાનની રકમ ₹90 લાખની હોવાનું મીડિયામાં ચર્ચાયું હતું પરંતુ સૂત્રોનું કહેવું છે કે મામલો દબાવવા અને મીડિયાના અમુક વર્ગને ‘મેનેજ’ કરવા સહિતનો કુલ ખર્ચ ₹1 કરોડથી વધુ થઈ ગયો છે.

આટલો મોટો ખર્ચ કરવા છતાં નેતાજીનું નામ આખા જિલ્લામાં જાહેરમાં આવ્યા વિના પણ ‘ટોક ઓફ ધ ટાઉન’ બની ગયું છે. લોકો હવે જાહેરમાં તેમનું નામ લીધા વિના પણ ઈશારામાં જ આખી વાત સમજી જાય છે.

 

🥳 મીડિયા ‘વણમાગી દિવાળી’ અને ‘નવા વર્ષની પ્રસાદી’થી ગેલમાં!

આ ઘટનામાં સૌથી વધુ રસપ્રદ અને ચોંકાવનારી વાત જો કોઈ હોય તો તે મીડિયાની ભૂમિકા છે. ‘કચ્છના કહેવાતા મિત્ર’ જેવા સ્થાનિક અખબારો સહિત અન્ય લોકલ પત્રકારોને આ પ્રકરણના કારણે દિવાળીના તહેવારોમાં વણમાગી દિવાળી ગિફ્ટ મળી ગયાની ચર્ચાએ જોર પકડ્યું છે.

સમાચાર દબાવવા માટે એક અખબારના પત્રકારે જ ₹11 લાખ લીધાના ગંભીર આરોપો ચર્ચાઈ રહ્યા છે જો આ બાબતમાં સત્યતા હોય તો કચ્છના મીડિયા વિશ્વાસને પણ મોટો ઝાટકો પહોંચ્યો ગણાશે. જ્યારે અન્ય લોકલ પત્રકારોને પણ આ ‘વહેતી ગંગા’માં પોતાના હાથ ધોવાનું પુણ્ય કાર્ય કરવાની તક મળી ગઈ હોવાની ચર્ચા લોકોમાં ચાલી રહી છે. લાખો રૂપિયાની લેવડદેવડના આ કથિત પ્રકરણે પીળા પત્રકારત્વની હકીકત પણ ઉજાગર કરી છે.

 

⚖️ રાજકીય સંકેતો: આગામી ચૂંટણી પર અસર?

અગ્રણી પક્ષના આ નેતા એક પ્રતિષ્ઠિત સમાજના પણ અગ્રણી હોવાથી આ પ્રકરણના રાજકીય અને સામાજિક પડઘા દૂરગામી હોઈ શકે છે. તેમના વિરોધીઓ આ ઘટનાને ‘હની ટ્રેપ’ તરીકે ગણાવીને તેમનું રાજકીય કદ ઘટાડવાની કોશિશમાં છે. નેતાની જૂની વાતો પણ ચર્ચામાં આવતાં આગામી ચૂંટણીમાં આ ‘મીઠી ખારેક’ તેમને નડી શકે છે અને સમાજમાં તેમનું આગેવાનપદ પણ જોખમમાં મૂકાઈ શકે છે.

સમગ્ર મામલે અગ્રણી પક્ષનું સંગઠન અને મહાશયે સત્તાવાર રીતે મૌન સેવી રાખ્યું છે, જેના કારણે સત્ય અને તથ્યો હજુ પડદા પાછળ છે.

 

(નોંધ: આ પ્રેસનોટ ડીઝીટલ મીડિયા, રિપોર્ટ્સ અને જાહેર ચર્ચામાં રહેલી બિનસત્તાવાર વિગતો પર આધારિત છે.)

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :

-પુજા ઠક્કર,

9426244508,

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!