GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના રાતાવિરડા ગામે રહેણાંક ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

 

WAKANER:વાંકાનેરના રાતાવિરડા ગામે રહેણાંક ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

 

 

વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે રાતાવિરડા ગામની સીમમાં આવેલી રહેણાક ઓરડીમાંથી ૧૨૦ બોટલ વિદેશી દારૂ અને મોબાઇલ ફોન સાથે એક આરોપીને પકડી પાડ્યો છે. આ સાથે પોલીસે કુલ રૂ.૧,૬૧,૦૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આ ગોરખધંધામાં સંડોવાયેલ અન્ય એક આરોપી રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા તેને પોલીસે ફરાર જાહેર કરી આગળની તપાસ ચલાવી છે.

વાંકાનેર તાલુકા પોલીસ માથક પીઆઇ બી.વી.પટેલના માર્ગદર્શન અનુસાર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બતમીને આધારે રાતાવિરડા ગામની સીમમાં આવેલી રહેણાક ઓરડીમાં પર કાયદેસરની તપાસ રેઇડ કરી હતી, રેઇડ દરમિયાન આરોપી સુરેશભાઈ લખમણભાઈ જમોડ રહે.હાલ રાતાવિરડા ગામની સીમ,ડીકોર સીરામીકની સામે મુળરહે.સેજકપર તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળાને વિદેશી દારૂની રોયલ સ્ટગની ૧૨૦ નંગ બોટલ કિ.રૂ.૧,૫૬,૦૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક આરોપી રાજુભાઈ ધનજીભાઈ બારૈયા રહે.ગરાંભડી તા.સાયલા જી.સુરેંદ્રનગર વાળાનું નામ ખુલતા વાંકાનેર તાલુકા પોલીસે બંને આરોપી તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

Back to top button
error: Content is protected !!