થરા ખાતે પંડિત દીનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મિટિંગ મળી…
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ પંડિત દીનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં

થરા ખાતે પંડિત દીનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મિટિંગ મળી…
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ પંડિત દીનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં તા ૦૬/૧૧/૨૦૨૫ ના રોજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ વરર્ચુઅલ ઉપસ્થિતિમાં બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને બ.કાં.જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા,ડી.ડી.જાલેરા,નગર પાલિકા પૂર્વ પ્રમુખ એવમ થરા સ્ટેટમાજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા, એ.પી.એમ.સી. થરાના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ,વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણી,બ.કાં. જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચાના મહામંત્રી શરદકુમાર સાંપરીયા,કાંકરેજ તાલુકા ભાજપ મહામંત્રી અમરસિંહ સોલંકી અરણીવાડા, રમેશભાઈ જોષી જામપુર,પૂર્વ ઉપપ્રમુખ ભરતસિંહ વાઘેલા ભલગામ,થરા શહેર ભાજપ ઉપપ્રમુખ સોમાજી જગાણી, મહામંત્રી રાઘવેન્દ્ર જોષી,પૂર્વ પ્રમુખ ભુપેન્દ્રસિંહ પરમાર,ચાંગા સરપંચ હરદાસભાઈ ચૌધરી,ઉમેશભાઈ પ્રજાપતિ, નિરંજનભાઈ ઠક્કર, પ્રધાનજી ચેખલા,કરશનભાઈ પરમાર માનપુર (શિ.)ની હાજરી મા મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.કીર્તિસિંહ વાઘેલા તથા અમરતભાઈ દવેએ મતદારયાદી સુધારણા અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રસંગે પ્રદેશના હોદેદારો, જિલ્લાના હોદેદારો,મંડલના પ્રભારી તેમજ પ્રમુખ-મહામંત્રીઓ,કેન્દ્રના સંયોજકો,પ્રભારી,વિધાનસભાના બી.એલ. એ.-૧, SIR (મતદાર યાદી વિશેષ સુધારણાઅભિયાન) જિલ્લાના ઈન્ચાર્જ-સહ ઇન્ચાર્જો,બુથ પ્રમુખો સહીત ભાજપા ના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પાડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530







