BODELICHHOTA UDAIPURGUJARAT
બોડેલી વિસ્તારમાં નેટવર્કના ધાધ્યાં લોકો પરેશાન

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી નેટવર્કની સમસ્યાઓ વધી રહી છે. વિવિધ મોબાઈલ કંપનીઓના રિચાર્જના દર દિવસેને દિવસે મોંઘા બનતા જાય છે, છતાં યોગ્ય સર્વિસ મળતી નથી.
જ્યારે 5G સેવા શરૂ થવાની વાત થઈ રહી છે, ત્યારે અનેક વિસ્તારોમાં રિચાર્જ તો 5Gનો કરવો પડે છે, પરંતુ હકીકતમાં નેટવર્ક માત્ર 4G કે ક્યારેક તો 3G સુધી જ સીમિત રહે છે. નેટવર્ક ન મળવાના કારણે કૉલ ડ્રોપ, ધીમી ઇન્ટરનેટ સ્પીડ અને કનેક્શન તૂટવાની સમસ્યા વારંવાર ઉભી રહે છે.
ઉપભોક્તાઓનું કહેવું છે કે દરરોજના ઉપયોગ માટે નેટવર્ક મળતું નથી, જેના કારણે ઓનલાઈન કામ, બેન્કીંગ સર્વિસ, અને વિદ્યાર્થીઓના ઑનલાઈન ક્લાસીસ પર અસર થઈ રહી છે. સ્થાનિક લોકોની માંગ છે કે ટેલિકોમ કંપનીઓ બોડેલી અને આસપાસના વિસ્તારોમાં નેટવર્ક સુધારવા તાત્કાલિક પગલાં લે.
રિપોર્ટર તોસીફ ખત્રી




