MORBI:મોરબી કલેક્ટર કચેરીમાં સમયનો સરેઆમ ભંગ: ‘ટાઇમસર આવતા અધિકારીઓને લાગે છે કાંટા?’

MORBI:મોરબી કલેક્ટર કચેરીમાં સમયનો સરેઆમ ભંગ: ‘ટાઇમસર આવતા અધિકારીઓને લાગે છે કાંટા?’
૧૧:૪૫ વાગ્યે પણ જિલ્લા માહિતી કચેરી ખાલી!કચેરી સમયનો સરેઆમ ભંગ: ‘ટાઇમસર આવતા અધિકારીઓને લાગે છે કાંટા?’ પ્રજાના કામો ક્યારે થશે..
મોરબી: જિલ્લા વહીવટી તંત્રના વડા મથક ગણાતી મોરબી કલેક્ટર કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કચેરીના સમયપત્રકનો સરેઆમ ભંગ થતો હોવાનું આજે સામે આવ્યું છે. મોરબી કલેક્ટર દ્વારા અગાઉ પણ સરકારી અધિકારીઓને સમયસર હાજર રહેવા સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા હોવા છતાં, ઉચ્ચ અધિકારીઓ જ તેને ઘોળીને પી જતા હોઈ એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે
૧૧:૪૫ વાગ્યે જિલ્લા માહિતી અધિકારી ગેરહાજર!
સૂત્રો અને મીડિયા અહેવાલ મુજબ, કલેક્ટર કચેરીમાં આવેલી જિલ્લા માહિતી કચેરીના મહિલા અધિકારી નિયત સમય કરતાં ઘણા મોડા આવતા હોવાનું જણાયું છે.
સમયનો ભંગ: આજે સવારે ૧૧:૪૫ વાગ્યા સુધી આ કચેરીમાં જવાબદાર અધિકારી હાજર નહોતા. સવાલ: સરકારી કચેરીનો સમય સામાન્ય રીતે સવારે ૧૦:૩૦ કે ૧૧:૦૦ વાગ્યાથી શરૂ થતો હોય છે, ત્યારે મુખ્ય કચેરીના અધિકારીઓ જ જો બપોર થવા છતાં ગેરહાજર રહે, તો પ્રજાના કામો કઈ રીતે થશે, તેવો ગંભીર સવાલ ઊભો થયો છે.’કામ કરનારે જ જો ટાઈમસર ન આવવું હોય તો…!’
કલેક્ટર કચેરી એ સામાન્ય નાગરિકો માટે જુદા જુદા કામો માટેનું કેન્દ્રબિંદુ છે. અધિકારીઓની અનિયમિતતાને કારણે દૂર-દૂરથી આવતા અરજદારોને મુશ્કેલી વેઠવી પડે છે અને સરકારી કામોમાં વિલંબ થાય છે.
પ્રજામાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાનો સવાલ છે કે, “કલેક્ટર કચેરીમાં આવેલી ઓફિસોના અધિકારીઓને ટાઇમસર આવતા કાંટા લાગે છે કે શું?” અગાઉ મોરબી કલેક્ટર દ્વારા પણ ઓચિંતા ચેકિંગ હાથ ધરીને ગેરહાજર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા, ત્યારે હવે આ અધિકારી સામે કેવા પગલાં લેવાય છે, તે જોવું રહ્યું.










