GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા ચેકની બમણી રકમ વ્યાજ સહિત ચૂકવવા કોર્ટનો આદેશ

 

MORBI:મોરબી ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા ચેકની બમણી રકમ વ્યાજ સહિત ચૂકવવા કોર્ટનો આદેશ

 

 

મોરબી કોર્ટે તાજેતરમાં ચેક રિટર્ન કેસમાં આરોપી અજય ખાડેપાવને એક વર્ષે ની કેદની સજા તેમજ ચેકની રકમથી બમણી રકમ વ્યાજ સહિત ફરીયાદીને ચુકવવાનો આદેશ કર્યો છે.

કેસની વિગત મુજબ ફરીયાદી રાજન જંયતીલાલ દેથરીયા (ટ્રાયસેલ ઈન્કોપોરેશન) એ વર્ષે ૨૦૧૯માં આરોપી અજય ખાડેપાવ(ઈશા સપ્લાયર) ને પી.વી.ફેબ્રિક રોલનો માલ ઉધારમાં વેચ્યો હતો. બાકી રકમની ચુકવણી માટે આરોપી અજય ખાડેપાવએ ફરીયાદીને રકમ રૂ. ૫,૦૦,૦૦૦/- નો ચેક આપ્યો હતો. ચેક વણચુકવ્યે પરત ફરતા, ફરીયાદીને કાયદેસરની નોટીસ આપી હતી. તેમ છતા રકમ ન ચુકવતા મોરબી કોર્ટેમાં ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

કેસ ચલાવવા ફરીયાદીને પક્ષે રજુ કરેલા પુરાવાઓ, દલીલો અને નામદાર હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ઘ્યાનમાં લઈને, મોરબીના મહે.એડિશ્નલ ચીફ જયુડિશિયલ મેજી. સી.વાય. જાડેજા સાહેબએ આરોપી અજય ખાડેપાવ એક વર્ષની કેદની સજા, ચેકની રકમથી ડબલ રકમનો દંડ તેમજ ફરીયાદી દાખલ કર્યાની તારીખથી ચેકની રકમ ઉપર વાષિક ૯% વ્યાજ વળતર પેટે ફરીયાદીને ચુકવવાનો હુકમ કર્યો છે. તેમજ જો આરોપી દંડની રકમ અને વ્યાજની રકમ ચુકવવામાં કસર કરે તો તેને વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ.આ કામમાં ફરીયાદી તરફે સીનીયર એડવોકેટ હરીલાલ એમ. ભોરણીયા તથા જાણીતા યુવા એડવોકેટ પ્રદિપ કે. કાટીયા તથા અર્જુન ઉભડીયા તથા રોકાયેલ હતા

Back to top button
error: Content is protected !!