GUJARATHALOLPANCHMAHAL

હાલોલના એક ગામમાં 181 અભયમની ટીમે કાઉન્સેલિંગ દ્વારા 9 વર્ષનું લગ્નજીવન તૂટતાં બચાવ્યું 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૬.૧૧.૨૦૨૫

 

હાલોલના એક ગામમાંથી પીડિતાએ હાલોલ 181 મા કોલ કરીને જણાવેલ કે તેમના પતીને અન્ય સ્ત્રી સાથે સબંધ છે માટે તેને કાઉન્સેલિંગ ની જરૂર છે જેથી હાલોલ 181 ની ટીમે ઘટના સ્થળે પહોંચી પીડિતા નું કાઉન્સેલિંગ કરેલ ત્યારે જાણવા મળેલ કે પીડિતા ના લગ્નને 9 વર્ષ થયા છે લગ્ન જીવન દરમિયાન બે બાળકો પણ છે તેમના પતિ નોકરી કરે છે ત્યાં સહકર્મચારી સાથે તેમના સબંધ છે તેની જાણ પીડિતાને થતા બંન્ને વચ્ચે ઝઘડો થતા પીડિતા એ હાલોલ 181 નો સંપર્ક કરેલ જેથી 181 ની ટીમે તેમના પતિને સમજાવેલ અને તેમને કાયદાકીય માહિતી આપેલ અને તેમનું કાઉન્સેલિંગ કરેલ ત્યારે તેમને તેમની ભૂલ સમજાઈ અને તેમના દ્વારા તેમની પત્નિ ની માફી માંગવામાં આવી હતી અને બીજી વાર આવી ભૂલ ન કરવાની પરિવાર અને હાલોલ 181 ટિમ સમક્ષ બાહેંધરી આપતાં પીડિતાને આગળ કાર્યવાહી કરવી ન હોવાથી સમાધાન કરવામાં આવ્યું હતુ જ્યારે પીડિતાનું ઘર તૂટતું બચાવવાં બદલ પીડિતા અને તેમના પરિવાર દ્વારા હાલોલ 181 ટિમ નો આભાર માનવામા આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!