ફિલિપાઇન્સનમાં શક્તિશાળી વાવાઝોડા કાલમેગીએ ભારે તબાહી મચાવી

ફિલિપાઇન્સનમાં શક્તિશાળી વાવાઝોડા કાલમેગીએ ભારે તબાહી મચાવી છે. આ વાવાઝોડું તો શહેરમાંથી પસાર થઈ ગયું છે, પરંતુ તે વિનાશ કરતું ગયું છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં વ્યાપક વિનાશ થયો છે. શહેરોમાં મોટાપાયે નુકસાન થયું છે.
રાષ્ટ્રપતિ માર્કોસે વાવાઝોડા પછીની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે આપત્તિ પ્રતિભાવ અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. આ ઘોષણા સરકારને કટોકટી રાહત ભંડોળના પ્રકાશનને ઝડપી બનાવવામાં અને ખાદ્ય સંગ્રહ અને નફાખોરી પર રોક મૂકવામાં મદદ મળશે.
ફિલિપાઇન્સના પ્રમુખ ફર્ડિનેન્ડ માર્કોસ જૂનિયરના જણાવ્યા પ્રમાણે, વાવાઝોડાના કારણે દેશના મધ્ય પ્રાંતોમાં ઓછામાં ઓછા 241 લોકોના મોત થયા છે. અનેક ગુમ થયા છે. બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. આ વાવાઝોડું આ વર્ષએ દેશમાં આવેલી સૌથી ભીષણ કુદરતી આફત છે.
કાલમેગીને કારણે થયેલા મોટાભાગના મૃત્યુ અચાનક પૂરમાં ડૂબવાથી થયા હતા, 127 લોકો ગુમ છે. આમાંથી મોટાભાગના મધ્ય પ્રાંત સેબુના રહેવાસીઓ હતા, જે સૌથી વધુ અસરગ્રસ્ત પ્રાંત છે. ફિલિપાઇન્સમાં વિનાશ વેર્યા પછી, વાવાઝોડું દક્ષિણ ચીન સમુદ્ર તરફ આગળ વધ્યું છે. વાવાઝોડાથી લગભગ 20 લાખ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે 5.6 લાખથી વધુ ગ્રામજનો વિસ્થાપિત થયા છે.






