GUJARATVALSADVALSAD CITY / TALUKO

પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વલસાડના પ્રવાસે આવતા વાપી રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત…

વાત્સલ્યમ સમાચાર
વલસાડ

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ના વલસાડ જિલ્લા ના પ્રવાસ દરમ્યાન વાપી રેલ્વે સ્ટેશન ખાતે વલસાડ જીલ્લા ભાજપ દ્વારા ગુજરાત સરકારના નાણાં મંત્રી  કનુભાઈ દેસાઈ, વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની આગેવાનીમાં સ્વાગત કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત કપરાડા ના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ઉમરગામ ના ધારાસભ્ય  રમણલાલ પાટકર, વલસાડ ના ધારાસભ્ય ભરતભાઈ પટેલ જીલ્લા મંહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ચૌધરી સહિત આગેવાનો ની ઉપસ્થિતિમાં ઢોલ નગાડા, તેમજ આતિશબાજી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. જ્યારે ગુજરાત સરકાર ના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, આદિજાતિ રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામિત, લોકસભા ના દંડક, વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ,પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સાથે વંદે ભારત ટ્રેનમાં પ્રવાસ કરી વાપી પધાર્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં સ્વાગત માટે પહોંચેલા આગેવાન કાર્યકરો દ્રારા ઉમળકાભેર સૌ મહાનુભાવો નું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે જીલ્લા ના વિવિધ મંડળોના પ્રમુખઓ વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઈ, સમયભાઈ પટેલ,અમનભાઈ ત્રિવેદી, ડો. નિરવભાઈ શાહ, મયંકભાઈ પ્રેસવાલા,વિપુલભાઈ પટેલ, અમિતભાઈ ચોરેરા,તેજશભાઈ પટેલ, કેતનભાઈ વાઢુ, દિવ્યાંગ ભાઈ ભગત, વીઆઈએ પ્રમુખ સતીષભાઈ પટેલ, વલસાડ નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતિ માલતીબેન ટંડેલ, સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો, જીલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકા ના ચુંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!