BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેજિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

સમીર પટેલ, ભરૂચ

******

કાર્યક્રમ અંતર્ગત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વંદે માતરમનુંસામૂહિક ગાન કરી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે સંકલ્પલેવાયો

****

ભરૂચ શુક્રવાર – ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના નિર્માણને ૧૫૦વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળતા. ૦૭મી નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાંઆવ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસેની મુખ્ય ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનીઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી.

  અવસરે યોગેશ કાપસેએ જણાવ્યું હતું કે વંદે માતરમનારો પ્રત્યેકભારતીય માટે અનંત ઊર્જાનો સ્ત્રોત છે. આજે વંદે માતરમ ગીતની સાર્ધશતાબ્દી ઉજવણી નિમિત્તે તમામ જિલ્લાવાસીઓ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ વધારે અને વિકસિત ભારતના સ્વપ્નને સાકારકરવા પ્રયત્નશીલ બને એવી અપીલ  કરી હતી.

    સાંસ્કૃતિ વિભાગના મિતાબેન ગવલી પ્રાસંગિક ઉદબોદન આપતાવંદે માતરમ ગીતનું સાંસ્કૃતિકઐતિહાસિક મહત્વ અને વર્તમાન સમયમાં ગીતની પ્રસ્તુતતા રજૂ કરી હતી.

 કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ વંદે માતરમ ગીતનું સામુહિક ગાન કર્યું હતું. સાથે ભારત દેશની સેવા અને સન્માન, સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવવા, સ્થાનિક રોજગારીને સમર્થન, પ્રાદેશિક ભાષાઓનો પ્રયોગ તથાપર્યાવરણ જતન સહિતની બાબતો પર પ્રાથમિકતાના ધોરણે અમલવારીકરવા શપથ ગ્રહણ કર્યા હતા.

        પ્રસંગે, અધિક નિવાસી કલેક્ટર, ડેપ્યુટી કલેકટર, સહિત રેવન્યુ, પંચાયત અને નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ અનેકર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!