BHARUCHBHARUCH CITY / TALUKO
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં વંદેમાતરમના 150 વર્ષની ઉજવણી કરાઈ

સમીર પટેલ, ભરૂચ
પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ વંદેમાતરમના 150 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ શાળાના શિક્ષકગણ, પંચાયત પરિવાર,આંગણવાડી કર્મચારી, બાળકોએ સમૂહમાં વંદેમાતરમનું ગાન કર્યુ હતું. આચાર્ય નિલેશભાઈ સોલંકીએ સ્વદેશીના શપથ લેવડાવ્યા હતા.જેમાં શિક્ષકગણ,ગામ પંચાયત પરિવાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઈલાવના કર્મચારી,ગામજનો તેમજ યુવાનો હાજર રહ્યા હતા. અને આ રાષ્ટ્રગાન ઉજવણી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




