DAHODGUJARAT

ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નઢેલાવ,વજેલાવ, જેસાવાડા, અભલોડ ખાતે ONGC કંપની દ્વારા ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

તા.૦૭.૧૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Garbada: ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નઢેલાવ,વજેલાવ, જેસાવાડા, અભલોડ ખાતે ONGC કંપની દ્વારા ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

આજરોજ તા ૦૭.૧૧.૨૦૨૫ ના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર નઢેલાવ ૨૭, વજેલાવ ૨૮,જેસાવાડા ૨૯, અભલોડ ૪૭ આમ કુલ:૧૩૧ દર્દીઓને ONGC કંપની દ્વારા નિક્ષય મિત્ર બનીને પોષણ કીટનું વિતરણ કર્યું પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અંતર્ગત આજ રોજ ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નઢેલાવ,વજેલાવ, જેસાવાડા, અભલોડ ખાતે માન મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી તથા જીલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણનું આયોજન ONGC કંપની દ્વારા નિક્ષય મિત્રબની ને કરવામાં આવેલ છે. જેનો મુખ્ય હેતુ ટીબીથી પીડિત દર્દીઓને પોષણ પૂરું પાડવા માટે સહાય આપવામાં આવે છે જેથી તેઓ ઝડપથી સાજા થઈ શકે.ટીબી દર્દીઓને યોગ્ય પોષણ મળી રહે અને સારવાર દરમ્યાન તેમની તંદુરસ્તી જળવાઈ રહે.પોષણ કીટ વિતરણમાં શું-શું આપવામાં આવે છે? ચોખા, તુવર દાળ,તેલ, ઘઉં નો લોટ , પ્રોટીન પાવડર,મગ, મગની દાળ , ગોળ, ખજૂર, ચણા જેવી વસ્તુઓ આપવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ONGC ના HR મેનેજર અરુણ પ્રભાત, કંપની ના HR એક્ઝિક્યુટિવ જીતેન્દ્ર લાલવાણી તથા નઢેલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડૉ.સાગર પરમાર, જેસાવાડા ડૉ. મિતેશ રાઠોડ, વજેલાવ ડૉ. નિલય ખપેડ,અભલોડ ડૉ.ટીના માલીવાડ, પિરામલ ફાઉન્ડેશન ના કોમ્યુનિટી કોર્ડીનેટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સુપરવાઈઝર,આશા બહેન તથા વ્હાલા ટીબી ના દર્દીઓ હાજર રહ્યા હતા આમ પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા દરેક વ્યક્તિ જોડાય અને ટીબીના દર્દીઓને મદદરૂપ થાય

Back to top button
error: Content is protected !!