GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે ‘વંદે માતરમ્’ ગાનની ઉજવણી સાથે સ્વદેશી અપનાવોના શપથ લેવાયા

તા.7/11/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત ‘વંદે માતરમ્’ ગાનની રચનાના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજકોટની તમામ સરકારી કચેરીઓ ખાતે સમૂહ ગાન અને સ્વદેશી અપનાવો શપથ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેષ મોડાસીયા, નાયબ માહિતી નિયામક શ્રી પ્રશાંત ત્રિવેદી, સહાયક માહિતી નિયામક સર્વેશ્રી સોનલબેન જોશીપુરા, રાધિકાબેન વ્યાસ, પ્રિયંકાબેન પરમાર, રજાકભાઈ ડેલા સહીત કર્મચારીઓએ ‘વંદે માતરમ્’ સમૂહ ગાનમાં ભાગ લીધો હતો. ત્યારબાદ સ્વદેશી અપનાવો શપથ લઈ સ્થાનિક કારીગરો, ઉદ્યોગ, ભાષા, પર્યટનને અગ્રતા આપવા સંકલ્પબદ્ધ થયા હતાં.




