Rajkot: સરકારી પોલીટેકનીક, રાજકોટ ખાતે રાષ્ટ્રગીત “વંદેમાતરમ“ ના ૧૫૦ વર્ષ પૂર્ણ થયેના સન્માનમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

તા.7/11/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: સને ૧૮૭૫માં આજના દિવસે રાષ્ટ્રીયસ્વતંત્રતા દરમિયાન રાષ્ટ્રગીત “વંદેમાતરમ“નામાધ્યમથી સમગ્રસ્વતંત્રતા ચળવળ એકતાં તણે બંધાઇ હતી અને એક નવી ઉંચાઇ હાંસલ કરેલ હતી.
જેના ૧૫૦ વર્ષ પૂર્ણથયે તા.૦૭/૧૧/૨૦૨૫ના રોજ સરકારી પોલીટેકનીક રાજકોટના ઓડીટોરીયમહોલ ખાતે રાષ્ટ્રગીતના સન્માનમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ ૬૮ પૂર્વ વિધાનસભાના ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડ, રાજકોટ શહેર ભાજપ મંત્રી શ્રીવિજયભાઈ પાડલીયા તથા રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખશ્રી પરિમલભાઈ પરડવા હાજર રહ્યા હતા.
અત્રેની સંસ્થાના આચાર્યશ્રીડૉ. એ.એસ. પંડ્યા દ્વારા સ્વાગત ઉદબોધન કરવામાં આવેલ હતું. ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડ દ્વારા અધ્યક્ષીય ઉદબોધન કરવામાં આવેલ હતું જેમાં રાષ્ટ્રગીત “વંદેમાતરમ“ નામાધ્યમથી સમગ્ર સ્વતંત્રતા ચળવળ એકતાં તણે બંધાઈ હતી જેની વિસ્તૃત માહિતી આપી હતી. વધુમાં પરિમલભાઈ પરડવા દ્રારા સંસ્થાના તમામ સ્ટાફ તથા વિધાર્થીઓને સ્વદેશી અભિયાનના શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સ્ટાફ તથા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.







