
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
ભિલોડાના પાલ્લા ગામે થી જોલાછાપ ડિગ્રી વગરનો ડૉક્ટર એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો સાથે ઝડપાયો
મેડીકલ ડીગ્રી વિના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર બોગસ ડોક્ટરને એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો મળી કુલ કિંમત રૂ.૩,૫૬૬.૬૨/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અરવલ્લી જીલ્લા એસ.ઓ.જી. પોલીસ
અરવલ્લી જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા ડીગ્રી વગરના બોગસ ડોક્ટર હજુ પણ જોવા મળી રહ્યા છે સાથે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જેમા ડિગ્રી વગરના જોલાછાપ ડૉક્ટરો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં જિલ્લા SOG પોલીસ ને સફળતા મળી હતી
એચ.પી.ગરાસીયા I/C પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. અરવલ્લી-મોડાસા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. અરવલ્લી પોલીસ દ્વારા પાલ્લા મુકામેથી કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી વગર માત્ર અનુભવના આધારે બિમાર માણસોને તપાસી ગેરકાયદેસર રીતે એલોપેથીક દવાઓથી સારવાર કરી લોકોને સ્વાસ્થ્ય સાથે બેદરકારીભર્યુ કૃત્ય કરનાર તેમજ ગેરકાયદેસર રીતે મેડીકલ પ્રેકટીસ કરી બિમાર માણસોને પોતે ડોક્ટર નહી હોવા છતાં તપાસી ઠગાઇ કરનાર રમેશભાઇ કાંતીભાઇ બલેવા ઉ.વ.૫૮ રહે.પાલ્લા તા-શામળાજી જી.અરવલ્લીના ને એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો મળી કુલ કિંમત રૂ.૩,૫૬૬.૬૨/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી શામળાજી પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ.૩૧૯(૨)તથા ધી ગુજરાત રજીસ્ટર મેડીકલ પ્રેક્ટીસ એક્ટ- ૧૯૬૩ ની કલમ- ૩૦ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડેલ ઇસમ
રમેશભાઈ કાંતીભાઇ બલેવા ઉ.વ.૫૮ રહે.પાલ્લા તા-શામળાજી જી.અરવલ્લી





