
તસ્વીર: કુંજન પાટણવાડીયા
ખેડા જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચે કઠલાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ગાડવેલ ગામ નજીક દરોડા પાડ્યા હતા. અહિં બુટલેગરો દારૂનું કટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન LCB ત્રાટકી હતી. રૂ. 1.36 કરોડની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તેમજ ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે. જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.
કઠલાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગાડવેલ ગામ નજીક આ દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન લોકલ ક્રાઈમકઠલાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગાડવેલ ગામ નજીક આ દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડી રૂ. 1,36,66,6ના વિદેશી દારૂની 44,136 બોટલો અને ટીન ઝડપી પાડયા હતા. દારૂના કટિંગ અને અન્ય સ્થળો પર પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાયેલા 7 વાહનો પણ સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યા છે, જેની કિંમત રૂ. 45 લાખ છે.હેડક્વોટર ડીવાયએસપી ડો. દિવ્ય રવીયા જાડેજાએ જણાવ્યું હતું કે, ખેડા જિલ્લા LCB પોલીસ દ્વારા વહેલી સવારે કઠલાલ પાસે આવેલા ગાડવેલ ગામ પાસે ટ્રકમાંથી નાની ગાડીઓમાં દારૂનું કટીંગ થતું હતું. તે દરમિયાન દારુ ઝડપી પાડ્યો હતો. જેમાં કુલ 44,136 બોટલોનો 1.36 કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપ્યો હતો. આ ઉપરાંત 31 ડિસેમ્બરને લઈ LCB દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આવા ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.LCB દ્વારા સ્થળ પરથી ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ નેટવર્કના મુખ્ય સૂત્રધાર સહિત અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પકડાયેલા આરોપીઓ તપીન્દરસીંગ ઠાકુર રહે. આગ્રા, અજયકુમાર ડાભી, રહે. કાકરખાડ અને અનીલકુમાર ડાભી, રહે. કાકરખાડનો સમાવેશ થાય છે.જ્યારે વોન્ટેડ આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર પ્રદિપસિંહ રાજપૂત, રહે. ઓઢવ, અમદાવાદ, અન્ય ફરાર આરોપી અર્જુન ડાભી (રહે. કાકરખાડ), વિદેશી દારૂનો જથ્થો લાવી કટિંગ કરાવનાર અને ટ્રક ડ્રાઇવરનો સમાવેશ થાય છે.
LCB દ્વારા પકડાયેલા આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ દારૂનો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન દ્વારા ખેડા LCBએ દારૂની હેરાફેરીના આ મોટા નેટવર્કને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે..






