MORBI:મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તથા જ્ઞાતિનું સ્નેહમિલન યોજાશે.

MORBI:મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તથા જ્ઞાતિનું સ્નેહમિલન યોજાશે.
શ્રી મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટના પ્રમુખ નટુપરીની યાદી મુજબ ગોસ્વામી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અને સમાજમાં એકતા વધે તે હેતુસર આગામી રવિવારે, તા. ૦૯/૧૧ના રોજ વિશાળ સન્માન સમારોહ તેમજ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ગોસ્વામી વાડી, મોરબી ખાતે સાંજે ૪ વાગ્યા થી રાત્રે ૮ વાગ્યા સુધી યોજાશે. આ કાર્યક્રમમાં કે.જી. થી કોલેજ સુધીના તમામ ઉજ્જવળ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. ધોરણ ૧ થી કોલેજ સુધીમાં પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનારા વિદ્યાર્થીઓને શિલ્ડ, જ્યારે અન્ય તમામને પ્રોત્સાહિત ભેટો આપવામાં આવશે. આ સાથે સમાજના તમામ સભ્યો, વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને ભાઈ-બહેનોને સહકુટુંબ ઉપસ્થિત રહેવા ટ્રસ્ટ દ્વારા હાર્દિક આમંત્રણ અપાયું છે.








