મેરી પુંજી મેરા અધિકાર અભિયાન અંતર્ગત પાલનપુરમાં જાગૃતિ સેમિનાર યોજાયો

8 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેના અધ્યક્ષસ્થાને પાલનપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે જાગૃતિ સેમીનારનું આયોજન કરાયું હતું. બેંક ઓફ બરોડા, લીડ જિલ્લા મેનેજર કચેરી, બનાસકાંઠા દ્વારા “મેરી પુંજી મેરા અધિકાર” અભિયાન હેઠળ આ જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં લીડ બેંક બેંક ઓફ બરોડા દ્વારા બેંકો, મ્યુચ્યુઅલ ફંડ, શેર, ડિવિડન્ડ, પેન્શન અને વીમા ક્ષેત્રોમાં પડેલી દાવા વગરની રકમનો દાવો કરવાની પ્રક્રિયા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગના નેજા હેઠળ ઉપસ્થિતોને માર્ગદર્શિત કરાયા હતા. આ કાર્યક્રમમાં કુલ ૧૮ ગ્રાહકોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા જેમની રકમ DEAF યોજના હેઠળ રિફંડ કરવામાં આવી છે. આ ગ્રાહકોને કુલ ૧૦.૨૩ લાખની રકમ ચૂકવવામાં આવી હતી. આ સેમિનારમાં વિવિધ બેંકના રિઝનલ મેનેજરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.









