GUJARATKUTCHMUNDRA

પીટીસીના તાલીમાર્થીઓ માટે ખુશખબર : સરકારે ટેટ-૧ની પરીક્ષા આપવાની મંજૂરી આપી

રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા – કચ્છ.

 

પીટીસીના તાલીમાર્થીઓ માટે ખુશખબર : સરકારે ટેટ-૧ની પરીક્ષા આપવાની મંજૂરી આપી

 

રતાડીયા, તા.૮ : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા. ૦૮ નવેમ્બર ૨૦૨૫ ના રોજ “શિક્ષક યોગ્યતા કસોટી-૧-૨૦૨૫ સુધારેલ જાહેરનામું” બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત ટૂંક સમયમાં વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે પીટીસી (ડીએલએડ) ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને પણ ટેટ-૧ની પરીક્ષામાં ઉપસ્થિત થવાની મંજૂરી આપી છે.

રતાડીયા જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષાબેન પ્રકાશચંદ્ર ઠક્કરએ આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે “અમે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શિક્ષણ મંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. શિક્ષણ અને બાળકોના હિતને ધ્યાનમાં રાખીને ગુજરાતની લોકલક્ષી સંવેદનશીલ સરકારે માત્ર ૨ દિવસમાં જ આ ઝડપી અને યોગ્ય નિર્ણય લીધો છે જે આવકાર્ય છે. આ સહાનુભૂતિપૂર્ણ નિર્ણયથી માત્ર હજારો યુવાનોને સરકારી શિક્ષક બનવાની તક મળશે એટલું જ નહીં પરંતુ તે ગુજરાતના પ્રાથમિક શિક્ષણના ભવિષ્ય માટે એક વરદાનરૂપ સાબિત થશે. છેલ્લા વર્ષના તાલીમાર્થીઓને તક મળતા ભવિષ્યમાં ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા બાળકોને પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત અને લાયક શિક્ષકોની ઉપલબ્ધિ સુનિશ્ચિત થશે જેના થકી દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું શિક્ષિત ગુજરાતનું સપનું પણ સાકાર થશે.”

આ સુધારા મુજબ છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પણ લંબાવીને ૧૮ નવેમ્બર ૨૦૨૫ કરી છે. તેની સાથે પરીક્ષાની સંભવિત તારીખ પણ ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ જાહેર કરવામાં આવી છે. આ દૂરંદેશીભર્યા અને ઝડપી નિર્ણય બદલ સખી મંડળે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

 

tet-1 સુધારેલ જાહેરનામું_112025

TET1.પટક્ટ

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :

-પુજા ઠક્કર,

9426244508,

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!