GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકા દ્વારા “વંદે માતરમ@150” પર્વની ભવ્ય ઉજવણી સાથે સ્વદેશી અપનાવવા સ્પથ લેવામાં આવી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે દેશભક્તિની ભાવનાને અર્પિત એક વિશેષ કાર્યક્રમ “વંદે માતરમ@150” સ્મરણ પર્વ તરીકે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં  ધારાસભ્ય તથા મ્યુનિસિપલ કમિશનર દેવ ચોધરી ની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નવસારી શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો.

દિનદયાળ ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સવારે ૧૦ વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં સૌએ એકતા અને દેશપ્રેમના પ્રતિક રૂપે “વંદે માતરમ” ગીતનું સમૂહગાન કર્યું. આ પ્રસંગે 150 વર્ષના ભવ્ય સાંસ્કૃતિક વારસાને યાદ કરાઇ હતી. તથા માતૃભૂમિ ને મજબૂત કરવાની ભાવના અને હર ઘર સ્વદેશી થીમ સાથે સ્વદેશી ઉત્પાદનને અપનાવવા સ્પથ પણ લેવામાં આવી હતી

ગુજરાત સરકારના રમતમામત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ગૌરવનો અનુભવ કર્યો  હતો દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવા પ્રોત્સાહન કર્યો હતો. નવસારી મહાનગરપાલિકા તરફથી શહેરજનોને આ સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ભાવનાને સમર્પિત કાર્યક્રમમાં જોડાઈ એકતાનું પ્રતિક બની રહેવા અપીલ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!