MEHSANAVIJAPUR

વિજાપુર કોર્ટ સામે પાલિકા ના શોપિંગ સેન્ટર દુકાનો આગળ ગેરકાયદેસર પાર્કિંગનો ત્રાસ: વકીલો-અસીલો પરેશાન, ટ્રાફિકની સમસ્યા વકરી

વિજાપુર કોર્ટ સામે પાલિકા ના શોપિંગ સેન્ટર દુકાનો આગળ ગેરકાયદેસર પાર્કિંગનો ત્રાસ: વકીલો-અસીલો પરેશાન, ટ્રાફિકની સમસ્યા વકરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સિવિલ કોર્ટ સામે આવેલા નગરપાલિકા શોપિંગ સેન્ટરમાં વકીલોની ઓફિસોની આગળ છેલ્લા ઘણા સમયથી થતા ગેરકાયદેસર વાહન પાર્કિંગના કારણે સ્થાનિકો, વકીલો, અને કોર્ટમાં આવતા અસીલો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર ને અરજી કરીને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.વકીલો ના જણાવ્યા મુજબ જણાવ્યા મુજબ, એસ.ટી. સ્ટેન્ડના મુસાફરો દ્વારા નગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં આવેલી વકીલોની ઓફિસોની આગળ આડેધડ રીતે વાહનો પાર્ક કરવામાં આવે છે. આ ગેરકાયદેસર પાર્કિંગના કારણે વકીલોની રોજિંદી કામગીરીમાં મોટો અવરોધ ઊભો થાય છ.વકીલો પોતાના વાહનો પણ વ્યવસ્થિત રીતે પાર્ક કરી શકતા નથી.કોર્ટની મુદત ભરવા માટે દૂર-દૂરના વિસ્તારોમાંથી આવતા અસીલો તેમજ વકીલોને પણ વાહન પાર્ક કરવામાં ભારે મુશ્કેલી પડે છે. નામદાર કોર્ટ નજીક એસ.ટી. સ્ટેન્ડ આવેલું હોવાથી, એક તરફ એસ.ટી. બસોની અવરજવર અને બીજી તરફ આડેધડ પાર્ક કરેલા વાહનોના કારણે રસ્તા પર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે.વકીલો જ્યારે ગેરકાયદેસર પાર્કિંગ કરનારા ઇસમોને વાહન દૂર કરવા જણાવે છે, ત્યારે તેઓ ખોટી દાદાગીરી કરે છે. પાર્કિંગ કરનારા ઇસમો એવી ધમકીઓ પણ આપે છે કે, “વાહન તો અહીં જ પાર્કિંગ થશે, થાય તે કરી લેવું.” વળી, એવો ભય પણ વ્યક્ત કરવામાં આવ્યો છે કે વર્તમાન પરિસ્થિતિને કારણે ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાય તેવી શક્યતા છે.પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા દૂર કરીને વકીલો, અસીલો, અને સામાન્ય જનતાને હાલાકીમાંથી મુક્ત કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી વકીલ મંડળ દ્વારા કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!