BODELICHHOTA UDAIPURGUJARAT
બોડેલી આબાલોઢણ ગામે દારૂ ભરેલી બલેનો નો અકસ્માત દારૂની રેલમ છેલ

બોડેલી- કવાંટ રોડ પર આવેલા આંબા લોઢણ ગામ પાસે વહેલી સવારે એક કાર અચાનક નિયંત્રણ ગુમાવી ખેતરમા ઉતરી ગઈ હતી અકસ્માત એટલો જોરદાર હતો કે આગળના ભાગનો કચ્ચર ઘાણ વળી ગયો હતો અકસ્માત સર્જાતા કારમાં છૂપાવી રાખેલો વિદેશી દારૂ રસ્તા અને ખેતર વિસ્તારમાં ફેલાઈ ગયો હતો.
સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થયા અને સમગ્ર દૃશ્ય જોઈ આશ્ચર્યમાં મુકાયા હતા. કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂના કાર્ટન મળતા ઘટનાની જાણ તાત્કાલિક બોડેલી પોલીસને કરવામાં આવી. પોલીસ દળ સ્થળ પર પહોંચી કાર અને દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂ મધ્યપ્રદેશ તરફથી ગુજરાતમાં ઘુસાડવા માટે લાવવામાં આવી રહ્યો હતો. દારૂ પર પ્રતિબંધિત રાજ્ય હોવા છતાં રાજ્યની સીમાઓ પાસે આવેલા રસ્તાઓ મારફત દારૂની હેરફેર સતત ચાલુ હોવાનો આ એક વધુ પુરાવો બન્યો છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ બુટલેગરોએ કારમાં ખાસ ગુપ્ત ભાગ બનાવ્યો હતો, જેથી દારૂ બહારથી દેખાય નહી ઘટના બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયેલા કારમાં દારૂ ભરી હેરાફેરી કરતા બુટલેગરોની બોડેલી પોલીસે તપાસ શરૂ કરી છે.
સ્થાનિક લોકો કહે છે કે સીમાવર્તી વિસ્તારોમાં આ પ્રકારની હેરાફેરી નવી નથી, પરંતુ બુટલેગરો સતત નવી રીતો અજમાવી રહ્યા છે. ક્યારેક બાઈક, ક્યારેક કાર, તો ક્યારેક મોટા ટ્રક મારફતે દારૂની હેરાફેરી થતી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
“કારમાં મળેલા દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ દારૂ ક્યાંથી ભરાયો અને ક્યાં પહોંચાડવામાં આવવાનો હતો તેની તપાસ ચાલી રહી છે. વાહન માલિક અને સંડોવાયેલા શખ્સોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.”
દારૂની હેરાફેરીને લગતા સતત થતા ખુલાસાઓ વચ્ચે આ અકસ્માતે ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે બુટલેગરો દારૂ ગુજરાતમાં પ્રવેશ કરાવવા બેફામ બન્યા છે ત્યારે હવે પોલીસ સમગ્ર ઘટનાની તપાસમાં લાગી ગઈ છે.
રિપોર્ટર તોસીફ ખત્રી બોડેલી





