થરાદ પોલીસે ભોરોલ ગામેથી રૂ. ૧.૭૩ લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો વોન્ટેડ આરોપી ફરાર
પોલીસ ઇન્સ્પેક્ટર એ ટી પટેલ બુટલેગ્રો ઉપર એક્શન મૂડ માં

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ-થરાદ જિલ્લાના ભોરોલ ગામેથી થરાદ પોલીસ દ્વારા દારૂની બોટલો અને બિયર ટીનનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. કુલ દારૂની બોટલો અને બિયર ટીન નંગ ૭૨૫, કિંમત રૂ. ૧,૭૩,૬૩૯/- જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા (સરહદી રેન્જ, કચ્છ-ભુજ) તથા વાવ-થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા જીલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચના અનુસરે, વિભાગીય પોલીસ અધિક્ષક એસ.એમ. વારોતરીયા તથા થરાદ પોલીસ ઈન્સપેક્ટર એ.ટી. પટેલના માર્ગદર્શન હેઠળ આ સફળ કામગીરી હાથ ધરવામાં આવી.
ચોક્કસ બાતમીના આધારે થરાદ પોલીસ સ્ટાફે ભોરોલ ગામે નરશીભાઈ જગતાભાઈ મણવર રહે. ભોરોલ, તા. થરાદના રહેણાંક મકાન પર રેઈડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન મળી આવ્યા. રેઈડ દરમ્યાન આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા તેના વિરુદ્ધ ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વોન્ટેડ આરોપી:
નરશીભાઈ જગતાભાઈ મણવર (રહે. ભોરોલ, તા. થરાદ)
કાર્યમાં જોડાયેલા અધિકારીઓ પોલીસ કર્મચારી:
એ.ટી. પટેલ
પોલીસ ઈન્સપેક્ટર, થરાદ પો.સ્ટે.
એ.એસ.આઈ. દિલીપભાઈ સવદાસભાઈ
પો.કોન્સ. હરિસિંહ સાદુળજી
પો.કોન્સ. અમરસિંહ ભૂરસિંહ
પો.કોન્સ. પ્રવિણસિંહ નારણજી
પો.કોન્સ. વશરામભાઈ ગણેશભાઈ
પો.કોન્સ. ધનજીભાઈ રાણાજી
પો.કોન્સ. દિપકભાઈ નાનજીભાઈ
પો.કોન્સ. શંકરાભાઈ રામજીભાઈ
પો.કોન્સ. ત્રિકમભાઈ લક્ષ્મણભાઈ
પો.કોન્સ. ગણેશભાઈ કાનાભાઈ
આ કાર્યવાહીમાં જોડાયા હતા




