
તા.૦૮.૧૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ભારત આદિવાસી પાર્ટીની બેઠક ઝાલોદ BAP કાર્યાલય ખાતે યોજાઈ.ઝાલોદ નગરપાલિકા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું.
ઝાલોદ નગરપાલિકા AAP માંથી ચૂંટણી લડેલ વોર્ડ નં:૧ ના ઉમેદવાર સદ્દામભાઈ ઈસ્માલભાઈ મતાદાર, વોર્ડ નંબર:૩ ના ઉમેદવાર સાજીદભાઈ મતાદાર સાથે મુસ્લિમ Communite ના અનેક કાર્યકર્તા આજે જિલ્લા યુવા મોર્ચા પ્રમુખ BAP મનસુખભાઈ કટારા અને તાલુકા પ્રમુખ મોહનભાઈ ડામોર, ઉપપ્રમુખ રાજુભાઈ સંગાડા, ઝાલોદ તાલુકા યુવા મોર્ચા પ્રમુખ દિલીપભાઈ નિનામા, તાલુકા સંગઠન મંત્રી રાજુભાઈ મુનિયા અને અન્ય હોદ્દેદારોની હાજરીમા ભારત આદિવાસી પાર્ટી BAP ની વિચારધારા સાથે વિધિવત જોડાયા





