GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ધો. 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે(8 નવેમ્બર) ધોરણ 10 (SSC) અને 12 (HSC)ની મુખ્ય બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ (ટાઈમ ટેબલ) જાહેર કરી દેવાયો છે. સામાન્ય રીતે ઓક્ટોબરમાં જાહેર થઈ જતું ટાઈમ ટેબલ આ વર્ષે કેટલાક ટેકનિકલ કારણોસર થોડું મોડું જાહેર કરવામાં આવ્યું છે.

બોર્ડ દ્વારા આ વખતે એક સકારાત્મક પગલું લેવામાં આવ્યું છે, જેમાં પરીક્ષાના કાર્યક્રમને આખરી ઓપ આપતા પહેલા શાળા સંચાલકો અને વાલીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ તમામ સૂચનોની વિગતવાર સમીક્ષા કર્યા બાદ જ ટાઈમ ટેબલ તૈયાર કરીને જાહેર કરવામાં આવ્યું છે.

ધોરણ 10
26 ફેબ્રુ ગુજરાતી/હિન્દી/અંગ્રેજી (પ્રથમ ભાષા)
28 ફેબ્રુ વિજ્ઞાન
4 માર્ચ સામાજિક વિજ્ઞાન
6 માર્ચ બેઝિક ગણિત
9 માર્ચ સ્ટાન્ડર્ડ ગણિત
11 માર્ચ અંગ્રેજી (દ્વિતીય ભાષા)
13 માર્ચ ગુજરાતી (દ્વિતીય ભાષ
14 માર્ચ હેલ્થકેર, ટ્રાવેલ ટુરિઝમ, અન્ય
16 માર્ચ હિન્દી અને સંસ્કૃત

 

ધોરણ 12 સામાન્ય પ્રવાહ
26 ફેબ્રુ અર્થશાસ્ત્ર
27 ફેબ્રુ તત્ત્વજ્ઞાન
28 ફેબ્રુ વાણિજ્ય વ્યવસ્થા
4 માર્ચ નામાના મૂળતત્વો
5 માર્ચ મનોવિજ્ઞાન
6 માર્ચ સમાજશાસ્ત્ર
7 માર્ચ ગુજરાતી / અંગ્રેજી (દ્વિતીય ભાષા )
9 માર્ચ આંકડાશાસ્ત્ર
10 માર્ચ ગુજરાતી / હિન્દી / અંગ્રેજી (પ્રથમ ભાષા )
11 માર્ચ હિન્દી (દ્વિતીય ભાષા)
12 માર્ચ સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર
13 માર્ચ ભૂગોળ
14 માર્ચ કોમ્પ્યુટર
16 માર્ચ સંસ્કૃત પારસી અરબી

 

ધોરણ 12 સાયન્સ પ્રવાહ
26 ફેબ્રુ ભૌતિક વિજ્ઞાન
28 ફેબ્રુ રસાયણ વિજ્ઞાન
4 માર્ચ જીવવિજ્ઞાન
6 માર્ચ અંગ્રેજી (દ્વિતીય ભાષા)
7 માર્ચ અંગ્રેજી (પ્રથમ ભાષા)
9 માર્ચ ગણિત
11 માર્ચ કમ્પ્યુટર
12 માર્ચ ગુજરાતી / હિન્દી (પ્રથમ ભાષા)
13 માર્ચ ગુજરાતી / હિન્દી (દ્વિતીય ભાષા)

 

મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ ૨૦૨૬

Back to top button
error: Content is protected !!