શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ વાર્ષિક સાધારણ સભા મળી.
શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ વાર્ષિક સાધારણ સભા મળી.

શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ વાર્ષિક સાધારણ સભા મળી.
ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી પાટણમાં આવેલ શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ સંચાલિત શેઠશ્રી હીરાભાઈ ધનાભાઈ પ્રજાપતિ (પાટણવાળા) “પ્રજાપતિ છાત્રાય”માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે આશિર્વાદ સમાન સંસ્થા છે.આ સંસ્થામાં પ્રજાપતિ નામે કોઈ પણ ગોળના કે જિલ્લાના વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવે છે.સંસ્થામાં સંસ્કારની સાથે રોજિંદા જીવનની સૂટેવોનું ઘડતર અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું કોચીંગ પણ આપવામાં આવે છે. બહારગામથી આવતા વિદ્યાર્થીઓને રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે.સમાજ દ્વારા ૫૦ વર્ષ પહેલા સમાજના શૈક્ષણિક વિકાસને લક્ષમાં લઈને સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ જે તે સમયે સમાજ દ્વાર સમયની જરૂરીયાત છાત્રાલયનું સંકુલ બનાવવામાં આવેલ હતું. અને આ સંસ્થા દ્વારા શિક્ષણની સાથે સમાજ વિકાસના અનેક કાર્યો કરવામાં આવેલા.આ સંસ્થાની વાર્ષિક સાધારણ સભા તા. ૦૯/૧૧/૨૦૨૫ ને રવિવારના રોજ સવારે પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને મંત્રી રઘુભાઈ,ઉપપ્રમુખ શીવાભાઈ, સહમંત્રી નરેન્દ્રભાઈ,ગોવિંદભાઈ (પત્રકાર) સંખારી, ખજાનચી જયંતીભાઈ,આંતરિક ઓડિટર હરજીભાઈ નાણાં,બાંધકામ સમિતિના મણીભાઈ અલોડા મહેસાણા,અમરતભાઈ કંબોયા ડીસા,મંજીભાઈ ધધાણા,ભવાનભાઈ ડીસા,દલસુખભાઈ માંડવી (સમી) ની ઉપસ્થિતમાં સાધારણ સભા મળી હતી.ગત સાધારણ સભાના ઠરાવો વંચાણે લઈ વર્ષ ૨૦૨૩-૨૪ તથા ૨૦૨૪ -૨૫ વાર્ષિક હિસાબો રજૂ કરતા સભાએ બહાલી આપેલ. સંસ્થા ના બંધારણમાં કરવા બાબતે ચર્ચા વિચારણા બાદ નવીન ઈમારતના બ્રોસર તથા બુકલેટ પ્રસિદ્ધ કરેલ.અને નવીન ઈમારતના દાતાઓ નક્કી કરવા માટે આગામી સમયમાં એક વિશાળ સમારંભનું આયોજન ક્યારે કરવું વિગેરે વિગેરે ચર્ચાઓ કરવામાં આવેલ.ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.આગામી ટૂંક સમયમાં સમાજને સાથે રાખી નવીન ઈમારતનું ભૂમિ પૂજન કરવામાં આવશે તેમ પ્રમુખે જણાવ્યું હતું.આ પ્રસંગે સંચાલન તથા સલાહકાર સમિતિના સભ્યો ગંગારામભાઈ પાટણ, નિમેષભાઈ જે. ઓઝા મહેસાણા,ઈશ્વરભાઈ ઓઝા ખરડોસણ, હરેશભાઈ એમ.પાટણ,નટુભાઈ ડી.પાટણ, રમેશભાઈ જે.ઈદ્રમાણા,મણિલાલ કે.બંધવડ તથા સમાલ પરગણાના પ્રમુખ વીરચંદભાઈ,મફતલાલ વકીલ ભાભર, દશરથભાઈ શિહોરી,કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા સહીત વિશાળ સંખ્યામાં સભાસદો હાજર રહી બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530





