BANASKANTHAGUJARATPALANPUR

ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા સાથે બનાસકાંઠા જિલ્લાના પત્રકાર મિત્રોના સ્વાસ્થ્યની દરકાર માટે યોજાયો હેલ્થ ચેકઅપ કેમ્પ

9 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

માહિતી ખાતું અને રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયું મીડિયા હેલ્થ ચેક અપ પત્રકાર મિત્રોના સઘન આરોગ્યની કરાઈ તપાસ.ગુજરાત સરકાર અને રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે રાજ્યના પત્રકાર મિત્રો માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આજરોજ રેડ ક્રોસ ભવન,પાલનપુર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુકત ઉપક્રમે બનાસકાંઠા જિલ્લાના પત્રકાર મિત્રોના સ્વાસ્થ્યની ચકાસણી માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
પાલનપુર ખાતે પ્રધાનમંત્રીશ્રીની ‘ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા’ની ભાવના અંતર્ગત પત્રકારોની સઘન આરોગ્ય તપાસ અંતર્ગત વિવિધ પ્રકારના જરૂરી બ્લડ ટેસ્ટ,એકસરે અને ઈ .સી.જી.ને આવરી લઈને કેમ્પ કરાયો હતો. વહેલી સવારથી બપોર સુધી ચાલેલા આ મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પમાં બહોળી સંખ્યામાં પત્રકારમિત્રો જોડાયા હતા.
પાલનપુર ખાતે રેડ ક્રોસ અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે યોજવામાં આવેલા હેલ્થ સ્ક્રનીંગ કાર્યક્રમ હેઠળ કંપ્લિટ બ્લડ કાઉન્ટ (લોહી ની ટકાવારી) અને બ્લડ ગ્રુપ, લીવર ફંકશન – sgpt બિલીરૂબિન, અલ્કલાઈન ફોસ્ફેટ ,sgot ( લીવર), કોલેસ્ટ્રોલ અને લિપિડ પ્રોફાઈલ સહિતના ટેસ્ટસ, કિડની ફંક્શન ટેસ્ટ, સાંધા અને હાડકા માટે યુરિક એસિડ અને કેલ્સિયમ, હોર્મોનલ ટેસ્ટ – થાયરોઈડ, વિટામિન બી ૧૨/ડી, ડાયાબીટીક માર્કર hba1c fbs અને ૫૦ થી વધુ ઉંમર માટે પ્રોસ્ટેટ અને ૩૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરુષો/ બહેનો માટેના ટેસ્ટ સહિતની સેવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પમાં જિલ્લાના પત્રકારમિત્રો સાથે માહિતી ખાતાના સ્ટાફે ભાગ લઇ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. આ અવસરે બનાસકાંઠા નાયબ માહિતી નિયામકશ્રી કુલદીપ પરમાર, રેડ ક્રોસના ચેરમેનશ્રી ગીરીશભાઈ જગાણીયા, જિલ્લા માહિતી કચેરીનો સ્ટાફ અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!